________________ અર્થીપણાની નિશાની છે. ઉપયોગમાં સદાસિધ્ધપણું રમતું હોય. ઊંઘમાં પણ કર્મ નિર્જરા ચાલુ હોય.સાધુ સદા સ્વાધ્યાયમાં જ ઝૂલતો હોય અને સંયમના પાલનમાં જ રક્ત હોય. नित्यं स्वाध्यायसंयमरतानाम्....सज्साय समो तवो नत्थि - સ્વાધ્યાય સમાન કોઈ શ્રેષ્ઠ તપ નથી. આજે સ્વાધ્યાય છૂટી ગયો છે. આથી જીવ પરમાં ઘૂસી ગયો છે અને મિથ્યા ભવભ્રમણના વમળમાં ઘૂમી રહ્યો છે. સ્વાધ્યાયમાં રક્ત હોય તેને બાજુમાં શું ચાલે છે તેની ખબર પણ ન પડે.આત્મામાં આત્મરસ ખૂટ્યો. હરિરસ ખૂટયો તેથી તે પુદ્ગલમાંકે પારકાના દોષોમાં અને વિષયોમાં રમતો થયો. સ્વાધ્યાય દ્વારા વિષય-કષાયનો હૂસ નાશ થાય તો જ સાચો સ્વાધ્યાય. ઉપકાર ક્ષમા સહેલી છે. ઉપકારીના ઉપકારને યાદ કરીને તેમના ઉપકારને ફેડવાનો છે. અપકાર ક્ષમા થોડી અઘરી છે. કેમ કે અપકારીને માફ કરવાનો છે. હકીકતમાં તો અપકાર કરનારો પણ આપણા આત્મા પર ઉપકાર કરે છે એ વિચારથી ક્ષમા આવશે. મને ધર્મક્ષમા રાખવામાં સહાયક છે એમ માની ક્ષમા કરે.૪પ્રકારની ક્ષમાને ધર્મ ક્ષમામાં ટ્રાન્સફર કરવાની છે અને તે વારંવારના અભ્યાસથી સહજ બને છે. ધર્મક્ષમામાં કોઈ વિકલ્પ ન હોય ધર્મ ક્ષમાવાળો પોતે બળીને પણ બીજાને શીતળતા જ આપશે. વચન ક્ષમામાં વિકલ્પ રહેલો છે કે મારા પ્રભુનું વચન છે માટે મારે ક્ષમા રાખવી જોઈએ. આ વિકલ્પ અવસ્થાને પણ છોડવાની છે. આત્મામાં ક્ષમા સ્વભાવરૂપે બની જાય, ગુણ રૂપે પરિણમી જાય તે ધર્મક્ષમા છે. જ્ઞાનસાર-૩ || O