________________ સંવર-નિર્જરાત્મક ક્રિયા કરવાની છે. આશ્રવનો અટકાવતે સંવર, કષાયો એ મુખ્ય આશ્રવ છે. તેનાથી નિવૃત થવા માટે જ આત્માએ પુરુષાર્થ કરવાનો છે. રપર વિષયો દ્વારા સતત સામાયિક ભાવનું ખંડન થાય છે, તેનાથી વિરામ પામવા માટે સામાયિકમાં સમતાને વેદવાની છે. ચાર પ્રકારે કિયા શુધ્ધદ્રવ્યક્રિયા સ્વરૂપને પામવા સર્વજ્ઞ કથિત વિધાન પ્રમાણે ક્રિયા કરવી તે. અશુધ્ધ દ્રવ્ય ક્રિયા મોહયુક્ત-આશ્રવયુક્ત જે કાયિકી આદિ રપ ક્રિયા છે. શુધ્ધભાવ ક્રિયા સ્વરૂપને પામવાના લક્ષ સાથે જે ક્રિયામાં આત્મવીર્યભળે તે શુધ્ધ ભાવ ક્રિયા. અશુધ્ધભાવક્રિયાઃ વીર્યપુદ્ગલને અનુસરનારું હોય અર્થાત્ કાયાને જ લક્ષમાં લેવાઈ હોય પણ ગુણને અનુસરનાર નહોય તો તે અશુધ્ધભાવ ક્રિયા. પોતાના ગુણની અંદર જ આત્મવીર્ય પ્રવર્તાવવાનું લક્ષ= આત્માના ગુણોમાં ગુણોનું પરિણમન કરવું તે શુધ્ધભાવક્રિયા.દા.ત. વંદન કરતી વખતે પોતાની અપૂર્ણતાનો ઉપયોગ અને પૂર્ણતાનું લક્ષ હોવું. તે સાથે આત્મવીર્યને આત્મામાં પ્રવર્તાવવું તે શુધ્ધ ભાવ ક્રિયા. a 7 નયની દષ્ટિથી કિયા (1) નૈગમનયઃ મનમાં ક્રિયા કરવાનો સંકલ્પ કરે તો પણ ક્રિયા કહેવાય. તંદુલિયો મત્સ્ય ફક્ત મનમાં સંકલ્પરૂપ ક્રિયા કરે છે. અશુભક્રિયાનો સંકલ્પ ૭મી નરકમાં પહોંચાડે. (2) સંગ્રહનયઃ સર્વ સંસારી જીવો શુભ કે અશુભ ક્રિયાવાળા હોય. ક્રિયાથી રહિત સંસારી આત્મા ન હોય. (3) વ્યવહાર નય જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ક્રિયા ન માને. વિગ્રહગતિમાં શરીર પર્યાપ્તિ પૂરી કરે તે પહેલા મન–વચન અને જ્ઞાનસાર-૩ || 157