________________ કરવાની છે. જે પુણ્યના ઉદયથી શરીરાદિ સામગ્રીનો ઉપયોગ આત્મા ત્યાગ કરવામાં કરે તે જ પુણ્ય ઉપાદેય છે, બાકીનું નહીં. આપણામાં મારાપણાનો ભાવવ્યવહારથી હોય, નિશ્ચયથી નહીં. ગુરુ શિષ્યનો ભાવ વ્યવહારથી છે. ગુરુ સમજે કે શિષ્ય મારી પાસે એના આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યો છે. માટે શિષ્યના કલ્યાણમાં મારે નિમિત્ત બનવાનું છે. શિષ્ય પણ વિચારે કે મારે મારા સ્વભાવમય બનવાનું છે. ગુરુને પોતાના સ્વભાવમય બનવામાં મારે સહાયક થવાનું છે. ઔચિત્યભાવે હોય તો ગુરુશિષ્યના સંબંધો ક્યારેય બગડે નહીં. પરમાત્મા પણ કોઈ આત્માને સ્વભાવમય બનાવી શકતાં નથી. પોતે જ પોતાની રીતે દેવ-ગુરુના આલંબન દ્વારા પુરુષાર્થ કરીને સ્વભાવ પ્રગટ કરવાનો છે. * સમકિત ક્ષાયિક ન બને ત્યાં સુધી દર્શનાચારનું પાલન કરવાનું છે. કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારનું પાલન કરવાનું છે. જે વ્યવહાર રાગ-દ્વેષનું પોષક ન બને તે ઉચિત વ્યવહાર કહેવાય. સહન કરવું અને ગમો થવો બને ભિન્ન વસ્તુ છે. ગમો રતિ મોહનીયનો ઉદય છે અને સહન કરવું એ ચારિત્ર ધર્મનું પાલન છે. સ્વભાવ ધર્મની પ્રાપ્તિ છે. ઠંડી ગરમી સહન ન થાય તે જુદી વાત તેમાં રતિ–અરતિ ન થવી તે જુદી વાત. શરીરમાં પ્રતિકારક શક્તિ ન હોવાથી ઠંડી ગરમીનો પ્રતિકાર ન કરી શકે ત્યારે વિચાર આવે કે પૂર્વે આરાધના નથી કરી તેથી આવું શરીર મળ્યું છે. વર્તમાનમાં જે શરીર મળ્યું છે તેના દ્વારા સધાય તેટલું સાધી લેવું છે. જ્ઞાનસાર-૩ || 145