________________ સાથે જોડાવાનું હતું તે ન કર્યું તેથી શુધ્ધ ક્રિયા ન થઈબલ્ક અશુધ્ધ ક્રિયા થઈ. અર્થાત્ નિર્જરાને બદલે આશ્રવ કર્મ બાંધ્યું. તેથી સાધનામાં સાધ્યનો ઉપયોગ ન રહેવાને કારણે તે લક્ષ સિધ્ધ ન થયું. આત્માનુભૂતિ દ્વારા નિર્જરા કરવાની હતી તે ન થઈ. a આત્માના ઉપયોગ પૂર્વક શુધ્ધ કિયા કયારે કહેવાય? દરેક ક્રિયા થવી જોઈએ. અર્થાત્ ક્રિયા કરતાં થાક, શ્રમ, ભાર, હું ક્રિયા કરું તે બધા જ પરિણામ છૂટી જાય અને તે ક્રિયા કરતાં આત્મામાં આફ્લાદક આનંદની અનુભૂતિ થાય તો જ તે આત્મા સાથે જોડાયેલો કહેવાય. તો તે જ ક્રિયા શુધ્ધ કહેવાય. તે સમતાના ફળનો આસ્વાદ કરાવનારી થાય. જ્ઞાનીઓએ કહ્યું છે કે આવશ્યકનો અધિકારી વિરતિધર જ છે. સમકીતિ તો બીજમાત્ર રૂપ છે. તેથી દેશવિરતી કે સર્વવિરતી લેનારને જ ધર્મના અધિકારી 'જ્ઞાનસારમાં કહ્યું છે. कर्मयोग द्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः વિરતેષ્યવ નિયમન, વીનમાત્ર પરેધ્વનિ (27-2) જ્ઞાનસારમાં યોગ અષ્ટકોમાં સ્પષ્ટ બતાવેલું જ છે કે સ્થાન (મુદ્રા) અને વર્ણ (સૂત્ર) તે બે ક્રિયાયોગ છે અને અર્થ આલંબન, અને એકાગ્રતા એ ત્રણ જ્ઞાનયોગ છે અને તે વિરતીવાળાને નિયમા હોય અને સમ્યગુદષ્ટિને તે બીજમાત્ર હોય. a આત્મામાં રહેલા જ્ઞાનાનંદામૃત સ્વાદને માણવાના અધિકારી કોણ? જે વિરતીધર-જ્ઞાન--ક્રિયાયુક્ત હોય તે જીવ. સ્થાન મુદ્રા = ક્રિયાયોગ. તેમાં સ્થિર થવાનું છે પછી અર્થના ઉપયોગમાં, આલંબનમાં અને એકાગ્રતા રૂપ જ્ઞાનયોગમાં જવાનું છે. "ક્રિયા પતી ગઈ" તે શબ્દ બતાવે છે કે ધર્મનો સ્વાદ ન મળ્યો પરંતુ જો ઉપરબતાવ્યા પ્રમાણે જ્ઞાન-ક્રિયા કરો તો આત્મામાંઆનંદઆસ્વાદ આવ્યા જ્ઞાનસાર-૩ // 250