________________ 1 જિન કેમ થવાય? જિનના વચનથી જ જિન થવાય.જિનમય બનવાનું છે. જિનના ગુણો ગાવા અર્થાત્ જિનના તત્ત્વમય બનવું. સતત સ્મરણ કરવું. તત્ત્વમય બન્યા એટલે જ જિનમય બન્યા. જેટલા અંશે જીવ રાગ-દ્વેષથી મુકત બન્યો તેટલા અંશે તે જિન બન્યો અને એટલી જ આત્માને શાંતિ સમાધિ મળશે.આહારમાં સ્વાદ કરવો તે આત્માનો સ્વભાવ નથી પણ આત્માના ગુણોને ભોગવવાથી જ તૃપ્તિ ના રસાસ્વાદને માણી શકાશે. દેવગુરુ પ્રત્યે વીતરાગ ભાવ એટલે અસંગ- અનુષ્ઠાન, સર્વસંગ રહિત થવાનું છે. રાગાદિ ભાવોથી રહિત થવાનું છે, ત્યારે જ વીતરાગ અવસ્થાને જીવ પામશે. તેને જ વીતરાગ - સંયમ- ગુણસ્થાનક કહેવાય છે. ગાથા-૪ સંસારે સ્વપ્નનું મિથ્યા, તૃપ્તિઃ સ્યાદાભિમાનિકી ! તથ્થા તુ ભાન્તિશૂન્યસ્ય, સાત્મવીર્યવિપાકકૃત કા જેમ સ્વપ્નમાં મોદકખાવાથી કે જોવાથી વાસ્તવિક તૃપ્તિ થતી નથી તેમ સંસારમાં વિષયોથી માની લીધેલી જૂઠી તૃપ્તિ થાય છે. સાચી તૃપ્તિ તો મિથ્યા જ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિને હોય. તે તૃપ્તિ આત્મવીર્યનોવિપાક = પુષ્ટિ કરનારી છે. અર્થાત્ તૃપ્તિથી આત્મવીર્યની પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. સંસારમાં વિષયોથી થતી તૃપ્તિસ્વપ્નવતુ અને અભિમાનને કરનારી યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યશ્રી સંસારમાં છે તે બતાવે છેઃ अयमात्मैव संसारः, कषायैन्द्रिय निर्जितः / तमेव तद्वि जेतारं मोक्षमाहु मनीषिणः // 5 // (યોગશાસ્ત્ર) જ્ઞાનસાર-૩ || 282