________________ નિર્જરાનું કાર્ય બની શકે. યોગમાં શુધ્ધ ઉપયોગ ભળે તો આત્માને નિર્જરા. નિરંતર ક્રિયા ચાલુ છે માટે નિરંતર કર્મબંધ ચાલુ છે. કાયાની વિરતિ સ્વીકારી નથી માટે કાયાનો બંધ સતત ચાલુ રહે છે "અપ્પાણે વોસિરામિ'– કાઉસ્સગમાં છું ત્યાં સુધી આત્મા સિવાય મન-વચન-કાયા સર્વને વોસિરાવું છું. એવી પ્રતિજ્ઞા કરીએ છીએ એટલે કાયાનો ઉપયોગ ન આવવો જોઈએ. મચ્છર કરડે, અવાજ થાય ઈત્યાદિમાં ધ્યાન ન જાય. કાઉસ્સગ પૂરો કરવાના ઉપયોગમાં હોઈએ છીએ તેથી તદાકારતા આવતી નથી. કાઉસ્સગમાં કાયાથી છૂટી આત્મામય બનવાનો લક્ષ જોઈએ. આપણે બેઠા બેઠા કાઉસ્સગ્ન કરીએ છીએ આથી શરીરની જડતા મમતા બેઠેલી છે. ઊભા ઊભા કરો તો જડતા તૂટે અને આત્મિક આનંદની અનુભૂતિ થાય. વીર્યની શુધ્ધિ થતી જાય અને હલકા થતાં જાય. શરીરમાં છો એટલે ભાર લાગે છે. પણ શરીરથી છૂટો એટલે ભાર હળવો થતો જાય, અને કાઉસ્સગ્નમાંથી નીકળવાનું મન ન થાય. શરીરને થાક પણ ન લાગે. જેમ જેમ આત્મવીર્યની શુધ્ધિ થતી જાય તેમ તેમ અપૂર્વશક્તિ પ્રગટતી જાય. આત્માના ગુણો દ્વારા ગુણોને ખમાસમણ દેવાનાં છે. જ્ઞાન શુધ્ધ થાય તેમ તેમ જ્ઞાનાનંદ એવો પ્રગટે કે તે અંદર સમાય નહિ, ઊભરાય. નમો = હું શરીર નથી, આત્મા છું. પણ વર્તમાનમાં શરીરમાં પૂરાયેલો છું. માટે શરીર રૂપી જેલમાંથી છૂટવા માટે ખમાસમણ દેવાનાં છે. નામકર્મે મારા આત્માને શરીર રૂપીપિંજરમાં પૂર્યો છે. માટે એને રૂપી એવા શરીરમાંથી મુક્ત કરવાનો છે. આ સમજણ આવે તો રૂપનો મોહ ન થાય. ખમાસમણ ફટાફટ પૂરા કરવા માટે નથી પણ આ જ્ઞાનપૂર્વક આપવાથી કર્મની નિર્જરા થાય તેમ જ જ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાતારય કર્મનો ક્ષયોપશમ થાય છે. અત્યાર સુધી શરીરનો ઉપયોગ શરીરને સુખ આપવામાં કર્યો, માટે જ્ઞાનસાર-૩ // 201