________________ a ચાર વસ્તુઓ અતિ દુર્લભ છે. (1) વિષય ત્યાગ (2) તત્ત્વદર્શન (3) સ્વ સ્વભાવ અવસ્થા (4) સદ્ગુરુ કૃપા. दुर्लभ विषयत्यागः, दुर्लभः तत्त्वदर्शनम् / दुर्लभा स्वभावावस्था, सद्गुरोः कृपा विना // વિષયના ત્યાગ વિના સમતાનો અનુભવ થઈ શકતો નથી. અનુકૂળ વસ્તુ મળે ને ઉગ થાય તો વિષયોનો ત્યાગ કહેવાય. વ્યવહારથી આપણે વિષયો છોડયાં છે? વાસ્તવિક રીતે છોડ્યાં છે. અનુકૂળ ગોચરી આપણા પાતરામાં આવી, તેમાં ઉદાસીન પરિણામ ન આવે તો આપણે આપણા ઘરમાં નથી. અનુકૂળ વર્ણ–ગંધ–રસ–સ્પર્શનો ગમો છે, તો આપણે વિષયમાં રમતા છીએ. આપણને આપણા આત્માના દોષો દેખાય તો આપણે અસ્તિકમાં આવ્યા કહેવાય. આસ્તિકામાં આવીએ તો બે અવસ્થાનું દર્શન થાય. આપણી શુદ્ધાશુદ્ધ અવસ્થાનું ભાન થાય. મિથ્યાત્વના ઉદયથી વસ્તુમાંરાગ થાય. પોતાનું નથી તેમાં પોતાપણું લાગે છે. ગૃહસ્થોને પુત્ર-પત્ની-પરિવાર જે પોતાના નથી તે પોતાના લાગે છે. કષાયો તેના કારણે થાય છે. જેને માન્યા પછી ત્યાં અપેક્ષા ન સંતોષાય એટલે મારામારી થાય. મમતા કરવા દ્વારા ઉપકરણને અધિકરણ બનાવી દીધા. જે અધોગતિમાં લઈ જાય તે અધિકરણ, આત્માને ઊંચે ચઢાવે તે ઉપકરણ. આપણે રાગરૂપી આગથી જલી રહ્યાં છીએ. ગુરુ રાગની આગને ઠારી સ્વભાવદશામાં લઈ જાય છે. ઉપકરણ રાખવું પડે છે એ જ મોટો ગુનો છે. ઉપકરણને નિશ્ચયથી હેય માની, વ્યવહારથી ઉપાદેય માને તો જ નિર્જરા થાય. શરીર એ ઉપકરણ ત્યારે જ બને કે સતત સંયમ માટે ઉપયોગમાં આવે, નહિતર એ અધિકરણ બની જાય. જ્ઞાનસાર-૩ || 101