________________ આમ જે પુદ્ગલને ઈષ્ટ–અનિષ્ટ બુધ્ધિથી ગ્રહણ કરે તેના દ્વારા વિષય-કષાયની વૃધ્ધિ થાય.વિષયોની કામી-કામની વૃધ્ધિ વધતાં જેવચમાં આવે તેને દૂર કરતાં પણ વાર નથી લાગતી. કામી સો ક્રોધી, આમ વિષયો વધતાં આસક્તિ કષાયની તીવ્રતારૂપે પરિણમે છે. જે વિષયોથી વિરક્ત છે અને વીતરાગતાને ચાહે છે તે તો આવિષયોને સો ગજના નમસ્કાર કરે અર્થાત્ તેનાથી તે દૂર જ રહે છે. તેથી જ હેય-ઉપાદેયનો નિર્ણય મજબૂત થશે તેટલી સક્રિયા થશે. યોગ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિ ગુણો ભળશે ત્યારે સદ્યોગ નિમિત્તક પ્રવૃત્તિ થશે. સક્રિયા યોગમાં જતાં પહેલા શ્રધ્ધા આવશે. વર્તમાનમાં વિભાવમાં રમતાં હતાં તેનો અભાવ થશે.ચેતના શુધ્ધ જ્ઞાનથી વાસિત થશે અને ચિત્ત પણ શુધ્ધ ભાવથી ભાવિત થશે. ચિત્ત મૈત્યાદિ 4 ભાવના યુક્ત બનશે. ટૂંકમાં ધ્યાનયોગમાં જતાં પહેલાં મૈત્યાદિ૪ ભાવના ભાવવાની છે. 3 આત્મવિકાસના પાંચ પગથિયા (1) અધ્યાત્મ (2) ભાવના (3) ધ્યાન (4) સમતા અને (5) વૃત્તિક્ષય.એમ પાંચ ક્રમ યોગબિંદુ ગ્રંથમાં બતાવ્યા છે. અધ્યાત્મ= મૈત્રાદિ૪ ભાવના, જીવો સાથેનો ઔચિત્ય વ્યવહાર તેના પરિણામે ધ્યાન આવે અને પછી સમતા આવે અને પછી વૃત્તિનો ક્ષય થશે. અનાદિકાળથી લેષ' તો બધા જીવો પ્રત્યે છે તે દૂર કરવા મૈચાદિ–૪ ભાવના કરવાની છે. ઈરિયાવહિયા' સૂત્ર દ્વારા દરેક જીવો સાથે ક્ષમાપના પ્રથમ માંગીએ છીએ પછી જ ધ્યાનમાં જવાનું છે. ધર્મ ધ્યાન એટલે સ્વ પર પીડા ત્યાગ મૈત્રીએ ભાવ છે જ્યારે ધ્યાનમાં મૈત્રીનું સ્વભાવરૂપે પરિણમન છે. સ્વમાં સ્થિરતા જે બીજાને પીડારૂપ ન થાય. જ્ઞાનસાર-૩ || 343