________________ આત્મામાં દોષો રહેલાં છે માટે તે પાપો કરે છે, અને નવા કર્મો બાંધે છે. જ્યારે દોષો ઉપર દ્વેષ જાગશે ત્યારે પાપોનો તિરસ્કાર થશે. જે પાપો થઈ ગયાં છે એની આલોચના ગુરુ પાસે લેશે. જ્યાં સુધી શુભાશુભ ક્રિયા છે. ત્યાં સુધી બંધ છે. સન્ક્રિયા દ્વારા બંધ તૂટે છે. ગુણી આત્મા પર ગુણોનું બહુમાન તે સન્ક્રિયા. ધર્મની ક્રિયા પણ સલ્કિયા ત્યારે જ બને જ્યારે તેમાં ગુણનું બહુમાન હોય બાકી વ્યવહારથી ધર્મક્રિયા કહેવાય. ગુણી પર બહુમાન હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જીવને ભગવાનની કૃપાથી બધું સારું જ થાય છે એવી શ્રધ્ધા છે માટે સંસારવધે કારણ સંસાર સારો ચાલે છે માટે ભગવાન ગમે છે, પણ ભગવાનના ગુણોનું બહુમાન નથી એટલે તે સન્ક્રિયા થતી નથી. આત્મા દોષો દૂર કરવા માટે વ્રત નિયમો લે છે. પરિગ્રહનો નિયમ ન લો તો પરિગ્રહનો દોષ લાગે. કોઈપણ નિયમન લો તો તમે છૂટાછો માટે બધા પાપ તમને લાગ્યા જ કરે છે. ખાલી ભાવના ભાવવાથી દોષો દૂર ન થાય. વ્રત–પચ્ચકખાણ નિયમ લેવાથી દોષો દૂર થાય છે. માસક્ષપણ તપ કર્યું કેમ? માહોલ હતો, બધા કરતાં હતાંને આપણે કર્યું. સોનાની પ્રભાવના, જાત્રા કરાવવાના હોય વિ. ના પ્રલોભન, લોકમાં સારા કહેવડાવવાનો લોભ હોય તો આ સન્ક્રિયા ન થાય. શુભાશુભ ક્રિયા થઈ. પાપથી ભય પામીને કરનારા ઓછા છે. જે કાંઈ કરીએ તે દોષથી બચવા અને ગુણવૈભવ વધારવા માટે કરીએ છીએ? તેનું વારંવાર નિરીક્ષણ કરો. રોજ મારે આવશ્યક કરવાના છે તે કર્યા કે ન કર્યા તેનું સતત સ્મરણ કરવાનું છે. આત્માએ 24 કલાક સામાયિકમાં જ રહેવાનું છે. સામાયિક પાળવાની હોય જ નહિ પણ સંસારમાં બેઠો છું આથી લાચાર છું. માટે જાવજીવની સામાયિકન ઉચ્ચરું ત્યાં સુધી નવરો પડું એટલે સામાયિક લઈ લઉં. સમતાભાવમાં સતત રહેવાનું છે. સામાયિક પાળ્યા પછી પણ રાગદ્વેષના જ્ઞાનસાર–૩ // 208