________________ તત્ત્વચિંતન સાથે હોય તો જ તાત્વિક મૈત્રાદિ ભાવો પ્રગટે, તો જ સમતારૂપ ધર્મ પ્રગટ થાય. સૂત્રનું ઉચ્ચારણ કરવા દ્વારા અર્થના ઉપયોગમાં જઈને આત્માના અર્થમાં તેનું પરિણમન કરવાનું છે. અર્થના ઉપયોગ પછી મોહથી છૂટવાની પ્રક્રિયા કરવાની છે. સ્તવન–સૂત્રો વિ. સારા બોલ્યા તેનું અભિમાન ન આવવું જોઈએ. સૂત્ર બોલવું એદ્રવ્ય ક્રિયા, અર્થ વિચારવો એ પણ દ્રવ્ય ક્રિયા તેમાંથી મોહનો પરિણામનિવૃત્ત થાય તો ભાવક્રિયા થાય.અર્થનો ઉપયોગ આત્માના સ્વભાવરૂપે બનવો જોઈએ તો ભાવક્રિયા થાય. મહર્ષિઓ સજ્ઞાનને પકડી જ્ઞાનના ઉપયોગપૂર્વક ઉત્તમ એવા ચારિત્ર અર્થાત્ ક્રિયાયોગમાં પ્રવૃત્ત થઈ ધર્મ સંચય કરી અનુત્તર એવા કેવળજ્ઞાનકેવળ દર્શનને પામે છે, અને ઉપદેશ દ્વારા તેને પ્રકાશિત કરે છે. જે કેવળી થઈને ધર્મદેશના કરનારા બને છે તે આકાશની અંદર પ્રકાશમાન થતા એવા સૂર્યની જેમ ચમકે = શોભે છે. ગાથા : 3 સ્વાનુકૂલાં કિયાં કાલે, શાનપૂર્ણાડપ્યપેતા. પ્રદીપ સ્વપ્રકાશોડપિ, તૈલપૂર્યાદિક યથા all ગાથાર્થ જેમ દીપક સ્વયં સ્વપ્રકાશરૂપ હોવા છતાં, તેલ પૂરવા આદિની અપેક્ષા રાખે છે તેમ પૂર્ણ જ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. જ્ઞાન ક્રિયાવિનાનું હોય તો તે અનર્થનું કારણ બને છે, તેમ જ્ઞાન વિનાની ક્રિયા પણ અનર્થનું કારણ બને છે. આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થવા છતાં જો તેને અનુરૂપ ક્રિયા ન હોય તો નકામું. આત્મા કર્મથી-કાયાથી-કષાયથી ભિન્ન છે, વર્તમાનમાં કર્મ-કાયા–કષાય સાથે જોડાયેલો છે. એમ બંને રીતે ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદ કરવા માટે જ જ્ઞાનીઓએ સમ્યક ક્રિયાયોગ બતાવ્યો છે. જ્ઞાનસાર–૩ // 185