________________ જાય અને ભવભ્રમણને ઘટાડવાના બદલે વધારશે. કેમકે વિગઈઓ ઘી, દૂધ, આદિ મધુર રસને લોકો ઈચ્છે છે, પણ તે સમજતા નથી કે તેમાં આસક્ત થવાથી દૂરગતિમાં ધકેલાઈ જઈશ.આત્મા પોતે સત્તાએ ગુણોથી પૂર્ણ છે માટે પૂર્ણતાને ઈચ્છે છે પણ પુદ્ગલની સાથે રહેવાથી તે જે પોતાનું નથી એવા વિનાશીના સુખમાં અંજાઈ જઈ તે મય બની જાય છે. 0 સિદ્ધપદ સિવાયના બધા પદો ઔદયિકઃ સિદ્ધ પદસિવાયના બધા પદો કર્મથી ઔદાયિક ભાવના છે. કારણ કે તે બધા કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી તે પદ કાયમી નથી માટે એકપણ પદ ઈચ્છવા જેવા નથી. વાસ્તવમાં તો તેને જ ઈચ્છિએ કે જે મળ્યા પછી જવાનું ન હોય. તે સિવાય બીજું બધું છોડી દઈએ તો થોડાક કાળમાં મુક્તિ પામી જીવ સ્વ-પદને વર્યા વિના નહીં રહે. તેને માટે સંપત્તિ, સત્તા, પદ, રાજ્ય, રાજાદિ પદો માટેનો પુરુષાર્થ છોડવાનો છે અને સ્વ આત્મ રાજ્ય અને આત્મામાં રહી તેના ગુણવૈભવને આત્મામાં અનુભવવાનો છે. વ્યવહારે પ્રવૃત્તિ બહાર હોવા છતાં પક્ષપાત ગુણનો જ. ભરત મહારાજાએ છ ખંડ જીતીને તેને ભોગવવાનું મન ન થયું. પોતાની આત્મ–જાગૃતિ વધે તેવા માણસો પોતાની પાસે રાખતા હતાં. અર્થાત્ માહણ (બ્રાહ્મણોને) આત્મ જાગૃતિ માટે ગોઠવ્યા. જતિ-કુલ-રૂપબળ લાભ–બુધ્ધિ–વાલ્લભ્યક ઋતમદાન્ધાઃ . કલીબાઃ પરત્ર ચેહ ચ, હિતમપ્યર્થ ન પડ્યુનિ. (પ્રશમરતિ–૮૦) જાતિ–કુલ-રૂપ—બળ—લાભ, બુધ્ધિ, બીજાને વ્હાલા થવારૂપ અને શ્રતમદ આઠ મદોને વશ બનેલા જીવો નપુંસકપણાને પામી આલોક કે પરલોકમાં સ્વહિતને જોતા નથી અર્થાત્ અનર્થ ગણકારતા નથી. તે લોકો પોતાની પ્રગતિ આમા જ માને છે તે જ મોટામાં મોટી આત્માની મૂર્ખતા છે. જ્ઞાનસાર-૩ || 339