________________ મયણાને પાપનો ઉદય હતો તેથી જ પતિ કોઢીયો મળ્યો પરંતુ જિનવચન હતું તેથી સમાધિ હતી. વર્તમાનમાં કોઢનો ઉદય તે અશાતાનો ઉદય છે. આપણે કર્મમાં માનતા નથી તેથી દુઃખી થઈએ છીએ જ્યારે મયણા સર્વજ્ઞના વચન પ્રમાણે કર્મને સમજતી હતી તેથી પ્રતિકૂળતા આવી, કોઢીઓ પતિ મળ્યો તો પણ મયણાને એક વિકલ્પ ન આવ્યો. શ્રીપાળે સામેથી કહ્યું કે તું તારી માતા પાસે જતી રહે તે બીજા ઈચ્છિત વરને પ્રાપ્ત કર. કર્મનાં ઉદયને માનનારી અને શીલમાં દૂઢ મયણા આ શબ્દો સાંભળી ન શકી, કારણ તે સુશીલ હતી. જિનવચનના સારને પામેલી એક ભવમાં બે પતિ ન કરાય. આર્યબાળા મનથી એક વરને વર્યા પછી બીજો મનમાં પણ ન લાવે. બીજો મન મંદિર લાવું નહિ, એ અમ કુલવટ રીત". કર્મનાં ઉદયથી મળેલી પુદ્ગલની અવસ્થાને સ્વીકારીએ છીએ તેની સાથે રહેવું ગમે છે. પણ જો આત્માની વાત નથી તો બધું નકામું. સંયોગ તો કર્મ થકી છે. કર્મનાં સંયોગ જોડે રહેવા જેવું નથી તેથી જ સંયોગોથી છૂટવું જોઈએ. તેમાં તે સુખનો ભ્રમ પણ ખોટો કરે છે અને સુખની આશામાં જીવે છે અને સુખ મળે ત્યારે રાજી થાય છે. લગ્ન ન થતાં હોય અને બરાબર થઈ જાય તો પોતાના આત્માને સુખી માને છે. ટૂંકમાં જીવે સુખ કયાં માન્યું? સંયોગોમાં જ સુખ માન્યું તે જ ખોટું છે, સંયોગોમાં સુખ નથી. "સંજોગમૂલા જીવેણ, પત્તા દુઃફબી પરંપરા પ્ર. સુખી થવાનો, માનસિક સમાધિનો ઉપાય શું? જ. સર્વજ્ઞની વાતનો સ્વીકાર કરે તેને સમક્તિ અને સમાધિ સહજ મળી જ જાય કારણ જિનવચન પ્રમાણે જગતની સ્થિતિ રહેવાની જ છે તેથી વિકલ્પ ન આવે. સમક્તિીને અંદરથી સમાધિ—પરંતુ બહારથી ન પણ હોય. દા.ત. સુલતાના એક સાથે ૩ર પુત્રો મરી ગયા, પરંતુ સુલસાએ પુત્રની ઈચ્છા કરી ન હતી. કારણ નિર્મળ સમ્યકત્વને ધારણ કરનારી હતી. પતિની ઈચ્છા હતી તેથી જ્ઞાનસાર-૩ // ૩૭ર