________________ પુગલને ભોગવતો નથી પણ પુદ્ગલથી ભોગવાતો જાય છે છતાં યે તેમાં તૃપ્તિ રૂપ સુખાભાસ થાય છે. આથી (1) પરમાં સુખ તે મિથ્યા પ્રતીતિ છે - મિથ્યાત્વ મોહનીય અસંતોષ વધારે (2) પરમાં સુખનો અનુભવ થઈ રહ્યો છે તે ચારિત્ર મોહનીય તૃષ્ણા–વધારે. ભૂખ લાગે છે ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. ભૂખનું દુઃખ ઊભું થયું પછી તેને કાંઈક આપતાં સુખરૂપ ભાસ થાય છે. ટૂંકમાં ભૂખનાં દુઃખનું કાયમી નિવારણ આહાર નથી પણ સુધા–વેદનીયનો ઉદય નિષ્ફળ કરવો તે છે. ક્ષુધા વેદનીય વખતે તેમાં માત્ર જ્ઞાતા-દષ્ટ બની જોયા કરો તો સુધા વેદનીયનો ઉદય ખપતો જશે. મૂળિયાને પકડો.આત્માનો સ્વભાવ ખાવાનો નથી તો ભૂખ લાગી કેમ? પૂર્વેઆત્માને જોઈતું ન હતું અને આપ્યું, વધારે આપ્યું તેથી ક્ષુધા-વેદનીયનો ઉદય આવ્યો. કિંડરીકે એક દિવસનો આહાર આસક્તિપૂર્વક કર્યો છે તેથી તેની સજા કેટલી? 33 સાગરોપમ સુધી નરકની જાલિમ વેદના. પર-પુદ્ગલનો ભોગવટો - તેમાં પશ્ચાતાપ નહીં પરંતુ ભયંકર આસક્તિ, તો પછી આત્માને પીડા સિવાય મળે શું? કંડરીકે શરીરને જરૂર ન હતી તેનાથી અધિક આપ્યું તથા ખાવાથી સુખ મળે એ ઊંધી માન્યતા હતી. તેથી આત્માને પીડા આપી તેથી નરકની પીડા મળી. કર્મસત્તાની તાકાત નથી કે તમને પીડા આપી શકે. તમે જે પીડા આત્માને આપી તે પીડા કર્મસત્તા તમને વ્યાજ સહિત આપશે. તેથી ખાવું એ સુખ છે એ માન્યતા કાઢી નાખો અને હવે સુધા–વેદનીય સહન થતું જ નથી તો આપવું પડે તેમ છે તો તેને 'હેય માનીને આપો. ટૂંકમાં સાર એ છે કે સાચી તૃપ્તિ આત્માના ગુણોના ભોગવટામાં જ છે. પર-પુદ્ગલમાં તો તૃપ્તિ રૂપ સુખાભાસ છે માટે સુખાભાસને છોડી સાચા સુખને પકડી દરેક જીવો પરમ તૃપ્તિને પામો... જ્ઞાનસાર-૩ || 396