________________ (4) વેદનીય-કર્મ - શાતા અને અશાતાના પરિણામમાં આત્મા મૂંઝાશે. અશાતા છોડવાના અને શાતા મેળવવાના પરિણામ થશે. આ ચાર અવસ્થાને પકડવાનું કાર્ય મોહનું થશે. તેથી આત્મ-સ્વભાવમાં રહી શકશે નહીં. આત્માને જોય રૂપે જાણો, રૂપી અવસ્થા તે પર–અવસ્થા છે તેને અરૂપી કરવાની છે. જો નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે જે આંખોથી દેખાય છે તે બધું રૂપી અને મારો આત્મા અરૂપી તો મારે અરૂપી જ થવાનું છે. ટૂંકમાં અઘાતિ કર્મના ઉદયથી જે ચાર અવસ્થા મળી છે તેમાંથી છૂટીને સત્તામાં પડેલી સિધ્ધ-અવસ્થાને પ્રગટાવવાનું અને સ્વભાવને અનુભવવાનું તે જ ધ્યાન છે, મોક્ષ માર્ગ છે. ચાર અવસ્થામાંથી છૂટવાનો પરિણામ આવે તો જ ધ્યાનમાં આત્મા સ્થિર થશે. ખાતા–પીતા-બેસતાં–ઉઠતાં પણ તમે આ રીતે ધ્યાનમાં રહી શકો છો. ધ્યાનમાં ભેદ કરવાની પ્રક્રિયા છે અર્થાત્ અભેદ પરિણામ છે. જે પુગલ સાથેનો પરિણામ તે ટાળવાનો છે. માટે પુગલનો શક્ય એટલો ત્યાગ કરવો જોઈએ અને બાકી ઉદાસીનતા કેળવવી પડે અને 'પશ્ચાતાપ જોઈએ. શક્ય સંયોગો હેય-માનીને છોડો અશક્ય છે તે છોડવાના પરિણામમાં રહેવું અને ન રહી શકો તેના માટે ઉદાસીનતા કેળવવી જોઈએ. સંસારના સુખ જોઈએ તો તે પરની ઢચિ છે. તેથી પરના સુખ સરળતાથી ભોગવી શકાય છે. તેથી 'માયા' કરીને પર'ના સુખ ભોગવીએ છીએ તે જ સંસાર છે. હવે તે ખોટું છે તે લાગવું જોઈએ તે માટે સરળતા કેળવો પછી પરિણામ કેળવો અને પ્રવૃત્તિ વ્યવહાર યથાશક્તિ' કરો. વસ્તુને શેયરૂપે જાણવું તે આત્માનો સ્વભાવ છે. પરંતુ વર્તમાનમાં શુધ્ધ જ્ઞાતા નથી તેથી વસ્તુ સારી છે કે ખરાબ છે તેવું આપણને થાય છે. શુભાશુભ પુગલ - વસ્તુ શુભ છે કે અશુભ તેવું શા માટે થાય છે? જ્ઞાનસાર-૩ || 391