________________ માનો. કેમકે તે અપકાર કરે છે પણ મને મારા સ્વભાવ ધર્મ પ્રગટાવવામાં તે બાધક નથી અને તેના વિભાવ સ્વભાવના કારણે તેઓ દુઃખી થાય છે તો હું પણ મારા સ્વભાવ ધર્મમાં સ્થિર થઈ જાઉં તો તેઓ પણ મારા ઉપકારી બને છે. (3) વિપાક મા - જો હું ક્ષમા નહીં આપું તો મારે કર્મના વિપાકો ભોગવવા પડશે. તેનાથી ભય પામીને ક્ષમા રાખે તે વિપાક ક્ષમા. તે પણ તેટલાં અંશે ઉપાદેય છે જેટલા અંશે સ્વભાવમાં આવે છે. તેમજ પાપનો ડર આત્મામાં છૂપાયેલો છે. (4) વચન ક્ષમા :- આગમના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનાર સાધુને વચનક્ષમા હોય."વને વત્તરિ તો છતો હિય મMળો વિશા" આત્માનો સ્વભાવ સમતા છે, તેના પ્રતિપક્ષ ક્રોધાદિ ચાર કષાયો છે તે સ્વભાવમાં પ્રતિબંધ ઊભો કરે છે. તેથી જિનાજ્ઞા છે કે તું તારા હિતને (સ્વભાવને) ઈચ્છતો હોય તો તારે ક્રોધાદિ ચારે કષાયોનો ત્યાગ કરવો જોઈએ. "વોર્ડ સર્વ સુવિઝા, ધારિના ઉપયમ" (ઉતરાધ્યયન). ક્રોધને નિષ્ફળ કર અને પ્રેમ ધારણ કર. આમ જિનવચનનું આલંબન લઈ સાધુ ક્ષમા ધારણ કરે. અનુકુળતા પ્રતિ રાગ અને પ્રતિકૂળતા પ્રતિ દ્વેષ ન કરે. (5) ધર્મામા (સ્વભાવશમા) - વચન ક્ષમાના નિરતર સેવનથી જીવના સ્વભાવભૂત જે સહજ ક્ષમા (સમતા) પ્રગટે તે ધર્મક્ષમા. જેમ ચંદનને કાપો, બાળો છતાં તે સુગંધ અને શીતળતા આપે તેમ ધર્મક્ષમાને ધારણ કરનારો મુનિ અપકારી પર પણ ઉપકાર કરે. દા.ત. અંધક મુનિ 'રાય સેવકને કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે, બાધા રખે તુમ હાથે પાય, કહો કિમ રહીએ ભાયા.'મરણાંત કષ્ટમાં પણ અપકારીને પીડા ન થાય તેની કાળજી. સાધુ માટે તો વચનક્ષમા જ કર્તવ્ય છે વિકલ્પ જ નહીં. સાધુ જીવન એ તો સ્વભાવમાં જીવવા માટેનું જીવન છે. પોતાનો જે સ્વભાવ છે તે મુજબ જ જીવન જીવવાનું છે. સર્વજ્ઞ પરમાત્માએ પણ જે કાંઈ આજ્ઞા ફરમાવી છે તે બધી સ્વભાવમય બનવા માટે જ છે. તેથી જિનવચન પાલનથી આત્મ સ્વભાવ પ્રગટ થાય. જ્ઞાનસાર-૩ // 389