________________ શમા રાખવાથી શું લાભ થશે? સત્તામાં સિધ્ધપણું છે તે મુજબ જ મારે થવું છે. મારે મારું સિધ્ધપણું પ્રગટ કરવું છે અને તેના માટે જ ક્ષમા રાખી સમતા ધર્મને પ્રગટ કરવાનો છે. (સ્વભાવને) પરમાત્માનું આલંબન લઈને સત્તામાં જે પરમાત્મ સ્વરૂપ પડ્યું છે તેને જ પ્રગટ કરવાનું છે. મોક્ષમાર્ગની સાધના એટલે અઘાતિકર્મના ઉદયથી વિભાવરૂપ પ્રગટેલી સ્વરૂપાવસ્થાથી અતિત થવાનું છે. (1) આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી મનુષ્યાદિ ભવરૂપી જેલમાં આત્માં બંધાય છે. પરાધીન થઈ જાય છે તેમાંથી છૂટવાનો લક્ષ સતત જરૂરી. (2) નામકર્મ :- નામકર્મના ઉદયથી શરીરની જે રચના થઈ રૂપાળો કાળો વિ. અરૂપી એવા આત્માને રૂ૫માં ગોઠવવાનું કાર્ય થયું તેથી અરૂપી અવસ્થા ગમતી નથી. રૂપી પણું જ આત્માને ગમે છે. આરાધના સાધના દ્વારા અરૂપી ગુણમય થવાનો ભાવ કરવાનો છે. આત્મા ગુણમય બનશે ત્યારે અરૂપી થશે ત્યારે કાયામાં રહેલો આત્મા કાયાતીત થશે. ધર્મધ્યાનમાં આત્મા જ્ઞાન પરિણામથી પોતે રૂપી સ્વરૂપમાંથી ભાવ-અરૂપી સ્વભાવમાં આવશે અને તે રૂપે પરિણમશે ત્યારે જ તે વાસ્તવિક ધ્યાનયોગ થશે. (3) ગોત્ર કર્મ - ઊંચ-નીચ ગોત્ર જ્યારે ગોત્રકર્મનો છેદ કરી અગુરુલઘુ બનવાનું છે. નાનામાં નાના બાળકને પણ થોડાક ઊંચા બનવાનો ભાવ થશે. બીજાથી હું ઊંચો સારા દેખાવાનો ભાવ થાય છે તે ગોત્રકર્મ. 'સ્વથી સર્વને સમદષ્ટિથી જોવા, તે પ્રમાણે માનવા અને તે જ પ્રમાણે તેમની સાથે વર્તવું તે સમતા. જ્ઞાનસાર-૩ // 390