________________ (1) ઉપકાર ક્ષમા (2) અપકાર ક્ષમા (3) વિપાક ક્ષમા (4) વચન ક્ષમા (5) સ્વભાવ ક્ષમા. ગૃહસ્થ માટે પ્રથમ ત્રણ ક્ષમા છે અને સાધુ માટેની છેલ્લી બે ક્ષમા છે, વચન ક્ષમા અને સ્વભાવ ક્ષમા. ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ ન કરવો તે વચનને પકડી ક્રોધ ન કરવો - એટલે તે વચન ક્ષમા થઈ જશે. પરંતુ અહીં તો વિકલ્પ આવ્યો કે પ્રભુની આજ્ઞા છે. હવે ક્રોધ એ મારો સ્વભાવ જ નથી. મારે ક્રોધ કરાય જ નહીં તો સ્વભાવમાં આત્મા આવશે એટલે ક્ષમા એને સહજ બની જાય અને સમતા રૂપ -સ્વભાવ પ્રગટ થતો જાય. જિનનું વચન (આશા) સ્વ આત્માને જિન બનાવે છે. પ્રભુના વચનથી સ્વભાવમાં આવ્યા તેથી સાધુ માટે ગુરુએ કહ્યું એટલે કરી જ લેવાનું તે જ વચન ક્ષમા. વચનક્ષમા થાય ત્યારે સાધુને અશાંતિ રહે જ નહીં. પ્રથમ પોતાના હિતનો નિર્ણય દઢ હોય પછી તે હિતને માટે ગુરુને પકડે. આ રીતે પોતાના હિતનો નિર્ણય કરે. ગુરુ ભલે કડક હોય પરંતુ તે મારા હિતને કરનાર છે તે વિચારો અને તેમને ગુરુ બનાવો. કદાચ જિનવચન અનુસાર ગુરુ નથી તો સ્વ મર્યાદામાં રહીને ગુરુને માર્ગે લાવવા પ્રયત્ન કરો પછી જો તે શક્ય ન હોય તો આત્મહિત–સમાધિ અર્થે ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ તે માટે જેમ કહ્યું હોય તેમ કરવું. a ગૃહસ્થો માટે 3 મા: (1) ઉપકાર ક્ષમા - માતા-પિતા–ગુરુ આદિ આપણા ઉપકારી છે તેથી તેઓની સામે બોલાય નહીં. ગમે તેટલો અન્યાય થતો હોય એક પુત્રને બધું જ આપે, તમને કંઈ ન આપે તો પણ ન બોલાય. પરંતુ જો તેઓ જિન-વચન વિરૂધ્ધ હોય તો ગુરુની જેમ જ તેમને લાગુ પડશે. માતા-પિતાએ જન્મ આપી ભરણ-પોષણ કર્યું છે તે ઉપકાર છે. સાથે ધર્મના સંસ્કાર આપ્યા છે તો તે મહા–ઉપકાર છે. સહેલામાં સહેલી આ ક્ષમા છે. (ર) અપકાર ક્ષમા આપણા પર અપકાર કર્યા હોય તો પણ તેને ઉપકારી જ્ઞાનસાર-૩ || 388