________________ પ્ર. વીતરાગની પૂજા શા માટે? જ. વીતરાગનું સુખ પામવા માટે વીતરાગતાની માંગ નાભિમાંથી આવે, જો તે સુખ આપણને ગમતું હોય તો!સમજી શકાય તેવી વાત છે કે રાગ-દ્વેષમાંથી કયું સુખ મળે છે? કલહ-ચિંતા-કલ્પનાના તરંગો તે સિવાય બીજું મળે શું? છતાંયે ભેંસને કાદવમાં અને ડુક્કરને વિષ્ઠામાં અને મનુષ્યને સ્ત્રીની અશુચિ કાયામાં જ આળોટવાનું મન થાય છે તે કમનસીબી છે. વીતરાગતામાં તો રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ છે. એના એક અંશને પણ પામીએ તો પણ આત્માના આનંદની સીમા ન રહે પણ આ ડુક્કરની વિષ્ઠા જેવા નિરસ રસમાંથી બહાર આવીએ તો તે વીતરાગતાના રસનો આસ્વાદ થાય. પ્ર. વીતરાગના ગુણ ગાવાનો સાચો અધિકારી કોણ? જ. સમ્યગદષ્ટિ આત્મા જ સાચા અધિકારી છે કેમ કે તેનું લક્ષ એ છે કે હું તે ગુણોમય કેમ બનું? વીતરાગના મુખ પર પ્રસન્નતાનું સુખ કેવું વિલસી રહ્યું છે. આવું નિરૂપમ સુખ હું ક્યારે પામીશ? ' મહો. યશોવિજયજી મ.સા. કહે છે કે દેશવિરતીધર પણ સામાયિક પૌષધ દ્વારા આત્માના સુખોને આંશિક અનુભવે છે. સાધુ પાલેમિ અને અનુપાલેમિ દ્વારા સમતાના સુખને અનુભવનારો બને છે. પૂ. મુનિને વર્તમાનમાં ધર્મનું સુખ શું? જ. ધર્મની શુધ્ધિ અને વૃધ્ધિ દ્વારા આત્માના આનંદને વેદનારો મુનિ, તે સુખ અનુભવવા પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે. પૂર્વે સેવેલા પાંચ આશ્રોને તોડવા ભીષ્મ એવા તપને આદરી તે દ્વારા આત્મસુખને અનુભવે છે. રાત્રિ, જંગલ, કડકડતી ઠંડી, તેમાં મુનિ વસ્ત્ર રહિત બની કાઉસગ્નમાં રહી આગમ યુક્ત સ્વાધ્યાય કરે અને મોહનો આત્મામાંથી વિલય કરવા દ્વારા ગુણશ્રેણિ પર આરોહણ કરે છે. તત્ત્વની સમાધિ અર્થે યોગો–આસનો કરવા દ્વારા તત્ત્વને પરિણમન જ્ઞાનસાર–૩ || 386