________________ કરનારો બને. જેમ જેમ જ્ઞાનમાં તૃપ્ત થવાય તેમ તેમ આત્મા પર–પુદ્ગલથી હટતો જાય છે. પર પુદ્ગલ એવિષય સ્વરૂપ છે. આત્મસુખ એ સ્વભાવ–સ્વરૂપનું સુખ છે. જે પ્રવૃત્તિની અંદર આત્માના ગુણ પ્રાપ્તિનું લક્ષ છે તેઓને પુણ્ય બંધાય અને તે ગુણમાં સહાયક બનનારું થાય. મિથ્યાત્વ અશુભના અનુબંધ ખેંચી લાવે છે. કોણિક પૂર્વે તાપસના ભવમાં મિથ્યાત્વના ઉદયે "શ્રેણિકને મારનારો બનું." આવું નિદાન કર્યું હતું. જે પુણ્યના ઉદયમાં આત્માના ગુણોનો ઘાત થાય તેવા પુણ્યના ઉદયને કયો જ્ઞાની ઝંખે? પુણ્યના ઉદયે શરીર સારું મળ્યું છે લૂખો રોટલો ને પાણી પણ પચી જાય ત્યારે અનુકૂળ ભોગ ભોગવવાનો વિચાર આવે કે આયંબિલ કરવાનું મન થાય કે શરીરને તગડું બનાવવાનું મન થાય? "શ્રી ચંદ્ર-કેવલિનું નામ 800 ચોવીશી સુધી અમર રહેવાનું છે. પૂર્વ ભવમાં નગરશેઠ છે. એવા પુણ્યના ઉદયમાં પણ વર્ધમાન તપની 100 વિશુધ્ધ ઓળી કરેલી છે. પરવસ્તુ ભોગ્ય લાગવી એ મિથ્યાત્વનો ઉદય છે. પ્ર. ભોગ્ય ન લાગે તો કેવી રીતે વાપરે ? જ. અત્યંત કડવી દવા જેમ વાપરવી ગમે નહીં છતાં વાપરવી પડે તેમ ઉદાસીન ભાવે નવા અનુબંધ કર્મ ન બંધાય. જાગૃતિ સાથે આત્માના ગુણોનો ઉપયોગ જોઈએ. પૂ. શાનમાં આનંદ ક્યારે અનુભવાય? જ. જ્ઞાનમાં શેય સમજાય, હેય- ઉપાદેય સમજી ઉપાદેયને પકડી હેયને છોડી દે તો જ્ઞાનમાં તે આનંદ અનુભવી આગળ-આગળના ગુણસ્થાનકનાં આનંદને વેદતો જાય છે. જ્ઞાનસાર-૩ || 385