________________ રહિત કરનારું છે તો રાગ-દ્વેષથી રહિત થવાના ઉપયોગ પૂર્વક બોલતા વચન યોગના વ્યવહારમાં મુનીને નિર્જરા થાય. બોલવાદિ સર્વ વ્યવહાર સ્વ પરના ઉપકારના લક્ષવાળા જ હોવા જોઈએ. સાધુ પોતે બાહ્ય સંગથી નિસંગ છે અને અધ્યેતર સંગથી તરવાનું છે તે ઉપયોગવાળો સાધુ જ નિર્જરા કરે. તેવા સાધુને 'તપસી' પણ કહ્યાં છે. સાધુ સ્વભાવના અનુભવને માટે નીકળ્યો છે. શ્રાવકે જિન વચનના સંપૂર્ણ પાલન રૂપ શ્રમણ ધર્મ પ્રાપ્ત થાય તે માટે જિનભકિત ગુરુસેવા આદિ યોગની ઉપાસના કરવાની છે અને તેના ફળરૂપે જિનના વચન અવધારવા માટે સદગુરુની જરૂર પડે. મુકુ નિષ્ઠા પરમ તપ : I ગુરુ-નિષ્ઠા નથી તે શિષ્ય નજીક હોવા છતાં પણ દૂર છે. જો શિષ્યમાં નિષ્ઠાપણું નહીં હોય તો શિષ્ય નજીક હોવા છતાં અસમાધિને આપનાર બનશે. સ્વઈચ્છાથી રહિત અને ગુરુની ઈચ્છામય જીવન તે ગુરુ નિષ્ઠા રૂપ તપ છે. गुरो : निवेदनम् कार्य : / 1 ગુરૂના ચિત્તની પ્રસન્નતા એ જ શિષ્ય માટે મહાતપ સ્વરૂપ છે. ભિક્ષુકનિરજન હોય - રાગાદિ ભાવથી લેપાય નહીં, સંયોગોમાં રહેવા છતાં પણ તેમાં મગ્ન થતો નથી તે તપ છે. સાધુ માટે ન બોલવું એ સંયોગનો ત્યાગ છે, જે સાધુ માટે હિતકર છે. જરૂર વિનાનું ન બોલે, તો બોલતી વખતે પણ નિર્જરા થાય. આત્માનો મુખ્ય ગુણ સ્વ–સ્થિરતા એ જ ચારિત્ર છે. તે મય બન્યો એટલે તપ તેના દ્વારા તૃપ્તિ પામ્યો. - સર્વશ કથિત વચનને અનુસરે તે સમ્યગુ દર્શન. - સર્વ કથિત વચનને અનુભવે તે સમગુ ચારિત્ર. સર્વજ્ઞ કથિત સર્વ વ્યવહાર નિશ્ચથી હેય પણ સર્વજ્ઞ ન બને ત્યાં સુધી સર્વજ્ઞ કથિત સ્વ ભૂમિકાને ઉચિત સર્વ વ્યવહાર ઉપાદેય જ છે. અર્થાત્ વ્યવહાર જ્ઞાનસાર-૩ || 383