________________ ઉપાદેય પણ ઉદાસિન ભાવે અને નિશ્ચય જ્ઞાનાદિ પરિણામો પ્રધાનરૂપ આરાધના વખતે હોવા જોઈએ તો તે આરાધના નિર્જરાના કારણરૂપ બને. ભિક્ષુક સિવાય કોઈ વાસ્તવિક સુખી થાય નહીં કેમકે તે સર્વ સંયોગથી સદા માટે પર થવાને ઈચ્છે છે અને ભિક્ષા આદિ ચર્યા દ્વારા તે કર્મને ભેદનારો બને છે. શક્ય સંયોગોનો ત્યાગ કરે તે પરમ સુખી છે. વૈરાગ્યનું ફળ વિરતિ, વિરતિનું ફળ વિતરાગતા તે જ સુખરૂપ છે. જે સુખ સદા માટે પાસે રહેનારુંઅને શાશ્વતું છે અને જે ક્યારેય આપણને છોડીને જવાનું નથી એવા આતમરાજા, જે સદા તાજા–માજા છે. તેમાં રહેલા ગુણો પણ તાજા છે તો જે પોતાનું છે તેને પામવા માટે પુરુષાર્થ નહીં કરવાનો? મોહનીય એ તો તાલ–પુટ ઝેર છે. જેમાં મીઠાશ સુખ લગાડી આત્માને મારનારું બને અને સંસારને વધારનારું છે - તો પછી શુધ્ધ એવા જ્ઞાનાનંદમાં મોહનીય ને કેમ ભેળવાય? જે આત્માને મલિન કરનાર છે. શાતા અને અશાતા બંને વેદનીય કર્મના સ્વરૂપ છે તો શાતા - અનુકૂળતામાં મજા કઈ રીતે મનાય? સાયીસાયં પુર્વ | શાતા અને અશાતા બને આત્માને દુઃખકારી જ છે. પુદ્ગલનો સંયોગ એ આત્માને પીડાકારી છે. ચાર અઘાતિ કર્મ ઔદયિક ભાવના છે. ઉપાધિ સ્વરૂપ છે. સિધ્ધોમાં છે કોઈ ઉપાધિ?કેમકે ત્યાં નિરૂપાધિક સુખ છે. શાતા અને અશાતા બને વિપાક સ્વરૂપ શાતાનો ઉદય થયો એટલે શું? અનુકૂળ પુગલોનો સંયોગ થવો. શાતા અને અશાતાના ઉદયથી આત્માના ગુણો ઢંકાતા નથી પણ આત્માનું જે અવ્યાબાધ સુખ રૂપ ગુણ છે તેને વેદવામાં તે બાધક થાય છે. પોતે પીડા ન પામવી અને બીજાને પીડાન પમાડવી અને તેમાં નિમિત્ત ન બનવું તે માટે ધર્મ છે. તે માટે જ સાચો સુખી ભિક્ષુક સાધુ જ છે કેમ કે તે જ્ઞાનgો નિરંજન I હવે તેનામાં કોઈ પણ જાતની ઈચ્છા નથી. જે આત્મા ક્રિયા દ્વારા કર્મને ભેદે તે ભિક્ષુક જે જ્ઞાનતૃપ્ત બને તે જ્ઞાનયોગમાં સદા નિર્જરા જ્ઞાનસાર-૩ // 384