________________ કરનારો બને છે અને આ રીતે સમતાના સુખને વેદતા વેદતા કૈવલ્ય-શ્રી ને પામનારો બને છે. આમ સ્વભાવના અને સ્વરૂપનાં સુખને પામવા જે પુરુષાર્થ થાય તેમાંથી જ સાચી તૃપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. અઘાતિ કર્મરૂપે ચાર અવસ્થા રૂપે થવાનો ભાવ સતત ચાલ્યા જ કરે છે. ચાર અવસ્થા વિચારો આયુષ્ય કર્મના ઉદયથી દેહમાં રહેવાનો સતત ભાવ છે પણ દેહાતીત થવાનો ભાવ નથી આવતો. દેહમાંથી છૂટા થવાનો ભાવ નહીં આવે ત્યાં સુધી ધર્મક્રિયા આત્માના હિતનું કારણ નહીં બને. સમકિત હાજર હશે ત્યારે જે ક્રિયા થશે તે વિરતિપૂર્વકની ક્રિયા ધ્યાનરૂપ થશે. વિરતિ વિના ધ્યાન આવે જ નહીં. વિરતિ એટલે વિભાવ દશાથી વિરામ પામવો. જેટલા અંશે વિરામ પામો તેટલા અંશે દેશવિરતિ કે સર્વવિરતિ દેશવિરતિમાં લિમીટેડ કાળ સંયોગોને છોડો છો, સર્વવિરતિમાં સાવદ્ય યોગને કાયમ માટે પૂર્ણ રૂપે છોડો છો. - સર્વવિરતિ આત્મા સિવાયનું બીજું જે કાંઈ આપણી પાસે છે તેને છોડી દેવું છે. - દેશવિરતિઃ સામાયિક-પૌષધમાં છે ત્યાં સુધી જેટલાં અંશે છૂટે તેટલું. દા.ત. સુવ્રત શેઠ, ઘર આગથી બળી રહ્યું છે ત્યારે વિચારે છે કે જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી. બૌધ્ધ દર્શન તો વસ્તુમાં માનતું જ નથી, ક્ષણિકવાદમાં જ માને છે. બધું ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જેન-દર્શન એમ કહે છે કે જે શાશ્વતું છે, જે તારી સાથે રહેનાર છે (આત્મા) તેને માન અને જે તારી સાથે સદા રહેનારું નથી તેને તારું ન માન અર્થાત્ તેનો સ્વીકાર ન કર તેનો તું ત્યાગ કર. વચન અનુષ્ઠાન સ્વભાવને પ્રગટ કરવાનું પરમ સાધન છે અને અસંગ અનુષ્ઠાન સ્વરૂપને પ્રગટ કરવાનું પરમ સાધન છે. 1 ઉત્તરાધ્યયનમાં 5 પ્રકારે ક્ષમા બતાવી છે. જ્ઞાનસાર-૩ || 387.