Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 393
________________ શુધ્ધ જ્ઞાન નથી તેથી થાય છે. કેવલી ફક્ત શેયને જાણે, જેવી છે તેવી જુવે સારીખરાબ, શુભ-અશુભ વિ. કેવલીને ન થાય. પૂર્ણ પર્યાયને જૂએ. ખરાબ અને સારું આ તો રાગ-દ્વેષનો પરિણામ છે. કેવલી તો 'વીતરાગ' છે તેથી સારું ખરાબ વિ. ભાવ હોય જ નહીં ને. આત્માનો સ્વભાવ 'સ્વ'નો ભોગ ભોગવવાનો છે પરંતુ વર્તમાનમાં પરનાં–પુગલનાં ગુણો ભોગવવા યોગ્ય લાગે છે. હવે સમકિત પામે તો નક્કી થાય કે ભોગવવા જેવો સ્વ–આત્મા જ છે. પુદ્ગલ-પરથી ભોગવૃત્તિ ઉઠશે અને તેના પર કંટાળો આવશે જ. જ્ઞાનને અમૃતરૂપે ઘટાવ્યું છે, હેય-ઉપાદેયનો નિર્ણય થશે એટલે ગુણની ઢચિ થશે. ગુણની ઢચિ ન થાય ત્યાં સુધી ધર્મનો વ્યવહાર સફળ ન થાય. ક્રિયાયોગમાં સદ્યોગ રૂપે ક્રિયા થશે નહીં. આત્મા સત્તાએ ગુણથી ભરેલો છે અને ગુણ ભોગવવા યોગ્ય છે. દોષ ન જાય ત્યાં સુધી આત્માને ગુણ ભોગવવા મળશે નહીં અને ગુણ ભોગવવામાં સુખ છે તે નક્કી થતાં 'તપ' ધર્મનો પરીણામ પ્રગટ થશે. ટૂંકમાં ગુણ ભોગવવાનો નિર્ણય પછી જ સાચો તપ પરિણામ તે જ સકામ– નિર્જરા કરાવશે અને નિજ ગુણ ભોગવે ત્યારે જ તૃપ્તિ. જ્યારે 'પરમાં કરેલો તપ - તે ખાલી કહેવાતો તપ ફક્ત અકામ-નિર્જરા કરાવે. બહારની વસ્તુ વધારે ન જોઈએ તેને સંતોષ કહેવાય. તૃપ્તિમાં બહારની વસ્તુ જોઈએ જ નહીં. ફક્ત ગુણના ભોગવટામાં જ તૃપ્તિ થાય. તેથી પર વસ્તુના સંયોગોની ઈચ્છા કરશે નહીં. ઈચ્છા રોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તેહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે વીર...' તપઃ સર્વ પર પુદ્ગલ સંયોગોના ભોગની ઈચ્છાનો અભાવ અને સ્વ ગુણમાં જ ભોગ-પરિણામ તે શુધ્ધ તપ, તે જ સમતા સ્વભાવ છે. જ્ઞાનસાર-૩ // 392

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398