________________ નહીં ત્યાં સુધી સમ્યગુ દર્શન પ્રગટ થશે નહીં. કેમકે સંપૂર્ણ તત્ત્વ સર્વજ્ઞમાં જ પ્રગટ થયેલું છે. પૂર્ણ સત્ય તત્ત્વના પ્રકાશક માત્ર સર્વજ્ઞ છે અને મારો સ્વભાવ પણ તે પૂર્ણ સત્યને જાણી સ્વીકાર કરવો. મિથ્યાત્વના ઉદયથી પર નો 'સ્વ' તરીકે સ્વીકાર કરેલો છે જ. પરમાં તેની રૂચિ છે જો 'સ્વ' નો આત્મામાં રૂચિ પરિણામ જાગી ગયો છે તો તેને ત્યાગનો પરિણામ આવશે અને જ્યાં સુધી ન ત્યારે ત્યાં સુધી ઉદાસીન પરિણામ આવશે. સંયોગ એ વિભાવ અવસ્થા છે તો તે અવસ્થામાં જીવે રહેવાય? કર્મકૃત પર્યાય બધા પર છે મારે એ પરથી પર થવાનું છે. મુનિપણામાં પર થવાની સાધના પ્રત્યેક યોગમાં કરવાની છે. ત્યારે જ નિર્જરા થાય છે. 'fમ રે ભુલી તો જ્ઞાનતૃપ્તો નિરંજન , (જ્ઞાનતીર-૧૧) જે ભિક્ષા દ્વારા પર–મોહને છેદે છે. પ્રત્યેક ચર્યામાં પરને ભેદે ત્યારે ભિક્ષુક જ્ઞાનથી આત્મા–પોતાનામાં દઢ નિર્ધાર કરે છે. હું પર–સંગથી નિરાલો છું મનવચન-કાયાનો યોગ એ પુદ્ગલ યોગ છે પણ એ મારુ સંપૂર્ણ સ્વરૂપ નહીં જ. યોગમાં રહી અયોગની સાધના કરવાની છે. - સાધુ કેવો હોય ? નિરજન. નિરંજન કોને કહેવાય? રાગાદિ અંજન અરૂપી એવા આત્માને રૂપી બનાવે છે. આપણે દેહમાંથી નિર્દેવીપણાનું લક્ષ રાખવાનું છે. વચનમાંથી વચનાતીત બનવાનું લક્ષ રાખવાનું છે. બોલવું એ મારા આત્માનો સ્વભાવ નથી મુનિભાવ–મૌન ! મુનિપણામાં પોતાનો ધર્મ મૌન છે. હુંસિધ્ધ-સ્વરૂપ છું તેનું જ સ્વરૂપ એ જ મારુ સ્વરૂપ છે. મૌની, જરૂર વગર બોલવાદિની પ્રવૃત્તિ ન કરે. જરૂર પડે તો હિત–મિત અને પથ્ય વચન જ બોલે પણ મિથ્યા વચન ન જ બોલે. બોલવાના કારણે મોટાભાગના જીવોને સંયોગ ગમે છે, પણ નિઃસંગતા ગમતી નથી. પર સાથેના સંગમાં જીવ સમય પસાર કરે છે. મુનીના વચનમાં જિનવચનનો જ પ્રધાન ઉપયોગ હોય. જિન રાગ-દ્વેષથી રહિત અને તેનું વચન પણ રાગ-દ્વેષથી જ્ઞાનસાર-૩ // 382