________________ પ્ર. ભિક્ષુક કોને કહેવાય? જ. ભિક્ષુચર્યા વડે કર્મોને ભેદે તે ભિક્ષુક. કર્મને ભેદવા માટે અર્થાત્ ભિક્ષાચર્યા કરે તો તે સકારણ કરે બાકી આત્મામાં જ રમતો હોય. શરીરને ટકાવવા સાધુએ જીવવાનું નથી પણ સંયમ દેહની રક્ષા માટે જ જીવતો હોય. જે યોગમાં નિર્જરા થાય તે તપ. સાધુ આહારમાં ગૃધ્ધિવાળો ન હોય. સંયમ-યાત્રાના નિર્વાહ માટે આહાર ગ્રહણ કરવો પડે તે કરે. તેમાં સારા-નરસાની વિચારણા ન કરે, ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં તે વિચારે કે શું અત્યારે ખરેખર ભિક્ષાની જરૂર છે? ભિક્ષામાં કેટલા પ્રમાણ આહારની જરૂર છે? કયો આહાર શરીરની સમાધિમાં હિતકારી છે? સાધુના ભાવપ્રાણ નિર્દોષ ભાવચર્યા પર ટકશે. આજ્ઞાયોગના ઉપયોગમાં આત્મા ટકે તે સાચી ભક્તિ છે. પુણ્યા શ્રાવકે પોતાનું એક ટંકનું ભોજન છોડી શ્રાવકની ભક્તિ કરી હતી. - સાધુ નિષ્પરિગ્રહી ક્યારે કહેવાય? જેમાં મારાપણાનો ભાવ - મમતાનો ભાવ શરીર પર આવે તો તે સાધુ નિષ્પરિગ્રહી ન કહેવાય, અરસ-નિરસ આહાર સાધુ લે અને મમતાનો ત્યાગ કરે તો તે સાધુ છે. જે તપ દ્વારા મમતા વધે તેવો તપ નહીં કરનારો સાધુનિષ્પરિગ્રહી હોય. પોતાના ગુણોને ભોગવવાની તીવ્ર ઈચ્છા તે સાધુ. આત્માના ગુણોને ભોગવવાનો ભાવ નથી તો પુદ્ગલને ભોગવવાનો ભાવ છે. 0 પરિગ્રહ કોને કહેવાય? મૂચ્છ એ જ પરિગ્રહ. જયણા - જ્ઞાનની વૃધ્ધિ - સંયમનું પાલન ગુણોની અનુભૂતિ, આ લક્ષણ સાધુમાં હોવા જ જોઈએ. તો અવશ્ય સાધુ સમાધિને પામી પૂર્ણ સમતાના અભાવમાંવિશ્રાંતિ માટે દેવલોકમાં જાય કારણ "સરાગ સંયમે દેવલોક વીતરાગ સંયમે મોશ." જ્ઞાનસાર-૩ || 380