________________ દ્રવ્યથી ચીસ પડી ગઈ. અઘાતી કર્મએના કાળે જ ખપે તે પુરુષાર્થથી ઉદીરણા કરવા વડે ખપાવી શકાતું નથી. માત્ર સંયોગો છૂટવાથી નહીં, પરંતુ સંયોગો પ્રત્યેના રાગ-દ્વેષના પરિણામ છૂટવાથી જીવ આત્મસુખનું વેદન કરી શકે છે. દેવલોકાદિમાં સંખ્યાત અસંખ્યાતકાળના જીવે સુખ ભોગવ્યા છતાં પદગલિક સુખમાં સુખબુધ્ધિ કરાવીને ચારિત્રમોહનીયના ઉદયે તૃપ્તિ આપવાને બદલે તૃષ્ણા જ વધારી, લાવો–લાવોની જ માંગ વધારી. વસ્તુ મેળવવા માટે બધા અનર્થકારી પ્રયત્નો આચર્યા. આવું આત્મામાં ચાલ્યું જ આવે તો તેને તૃપ્તિ મળે ક્યાંથી ! જ્યારે સદ્ગુરૂ મળે અને સમજાવે કે કર્મથી જે મળ્યું છે તે બધું છોડવાનું છે. એમ સમજીને છોડીશ તો સંતોષ અને તૃપ્તિને પામીશ. છોડીશ નહી અને કર્મસત્તા જો લઈ લેશે તો તૃષ્ણાની માંગ અંતરમાં તો ઊભી જ છે તે વૃધ્ધિ પામશે. પણ આ વિવેક ઉત્પન્ન કરાવનારું તત્ત્વ કર્યું? સમ્યગ્ દર્શન તે જ્યાં સુધી આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી છાર ઉપર લીંપણ જેવી ક્રિયા થશે. લોકો અસતુ આરોપ કરે છે મિથ્યાત્વ મોહનીયને લીધે. જ્યારે સર્વજ્ઞ–વચનનો આદર સમાં પ્રવૃત્તિ કરાવે છે અને અસથી નિવૃત્ત કરાવે છે. "Lok is Fok" લોકની વાતમાં આવવું નહીં. ભ્રાંતિ એ મોહનો પરિણામ છે. પુદ્ગલમાં સુખ નથી છતાં ભ્રાંતિથી એમાં સુખ માની બેઠો છે અને આત્મામાં અનંત સુખ પડેલું છે છતાં જીવને તેની ઓળખ પણ નથી. આત્મા ક્યારેય બાહ્ય પદથી મહાન બનતો નથી - પદ એ બહારની વસ્તુ છે. આત્મા સ્વ ગુણથી જ મહાન બને છે. જે આત્માની અંદર રહેલાં છે. પુણ્યના ઉદયે પ્રાપ્ત વિષયસુખો તેને માટે વિષ જેવાં છે. કેમકે તે મોહનું જ્ઞાનસાર-૩ || 378