Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 378
________________ અનુભૂતિ કરતાં હોય છે અને વીતરાગતાની કેડી પર વહેતાં હોય છે, જેને આત્માનો અનુભવ કરવાની ઈચ્છા હોય છે તેને અવશ્ય અનુભવ થયા વિના રહેતો નથી. તેઓ પર (પુગલ)નાં સ્વાદને અનુભવવાનું છોડે પણ પરમપદનાં સ્વાદને અર્થાત્ આત્માના ગુણોને અનુભવવામાં સર્વશક્તિ કેન્દ્રિત કરે, તો તેઓ સિધ્ધનાં સુખોનો આંશિક આસ્વાદ અહીં પણ અનુભવી શકે. પ્ર. આ લોકમાં સુખી કોણ? જ. ભિક્ષુક–નિરંજન–જે જ્ઞાનમાં ડૂબેલો હોય - મસ્ત હોય તે સુખી હોય. પાંચેય ઈદ્રિયોના સુખ સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ભોગવી શકાય, જ્યારે સિધ્ધોનું સુખ અનંત છે અમર્યાદ છે. શાશ્વત, સહજ, પ્રયત્ન વિના અપેક્ષા વિનાનું વ્યાપ વિનાનું અખૂટ ખૂટે નહીં તેવું છે. અસંખ્યાત કાળના આયુષ્યવાળો દેવ કે યુગલિક, આત્માના અનંતના સુખને પણ ભોગવી શકે નહીં, કેમ કે વિરતિ નથી. નિશ્ચિત ભોગાવલી કર્મના ઉદયવાળા છે. સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે - કેમ કે સર્વવિરતિરૂપ પરસંગથી પર થવાનું પરમ સાધન છે. તે પ્રમાણે પુરુષાર્થ કરે તો નિઃસંગ રૂપે થઈ સુખ ભોગવે. આથી સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે. પ્રભુ વિરે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડ્યું, જેનાથી નિકાચિત કર્મ બંધાયું. તે નંદન ઋષિના ભવમાં 11 લાખ 80 હજાર 645 માસક્ષમણની ઉગ્ર તપ સાધના અપૂર્વ સંવેગ પૂર્વક કરી નિકાચિત કર્મના રસનો અનુબંધ તોડી નાખ્યો અને 'વરબોધિ' (બીજા કરતાં વિશેષ હોય તેવું સમ્યકત્વ)ની હાજરીમાં તીર્થકર—નામ કર્મ બાંધ્યું. સીસું રેડયું તેનું પ્રદેશોદયથી જે કર્મ બાકી રહ્યું તે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું. કાનમાં ખીલા ઠોક્યાની વેદના દ્રવ્યથી અને ભાવથી સહી જ્યારે ખીલા બહાર કાઢયા ત્યારે જ્ઞાનસાર-૩ // 377

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398