________________ અરૂપી દ્રવ્ય વિષે ન થાય. પુદ્ગલના વર્ણ ગંધાદિને વિષે રતિનો પરિણામ થાય ત્યારે પુદ્ગલ આત્મા માટે વિષયરૂપ બને અને જ્યારે રતિરૂપ ન થાય માત્ર પુદ્ગલ શેયરૂપે બને. જો તેમાં માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવરૂપે જુએ પણ તેમા ડૂબે નહીં તો તે વિષયરૂપ ન બને. જિનના તત્ત્વનો સ્વીકાર થાય તો જ દષ્ટિ સમ્યગુ બની જાય અને મોહથી મુક્ત બની શકે. મિથ્યામોહ અને ચારિત્ર મોહનીય રૂ૫ વિષ આત્મામાં કેવા ભાવ જગાવે છે ? (1) પુદ્ગલમાં સુખ છે. (2) પુદ્ગલમાંથી સુખ મળી રહ્યું છે. (3) પુદ્ગલમાં સુખ ભોગવી રહ્યો છું. પુદ્ગલમાં તૃપ્તિ માની બેઠો છે. અનેક સ્ત્રીઓ સાથે વિલાસ કરવા છતાં પણ જીવને તૃપ્તિ થતી નથી. વનિતા - વિલાસ કેમ મૂક્યું? પાંચેય ઈદ્રિયોના વિષયો ભોગવાય છે. સ્પર્શેન્દ્રિયનો વિલાસ મહા ભયંકર છે. ષટ્રસ ભોજન - તેમાં આસક્તિ તે વિનાશને નોતરે છે. સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિયનો વિષય બ્રહ્મચર્યના પાલનમાં બાધક છે તેથી બ્રહ્મચર્યના સહજ પાલન માટે નિરસ આહાર વાપરવાનું વિધાન છે. વસ્તુ-વસ્તુ વિચારતાં - જીવ પામે વિશ્રામ. સ્વમતિને તોડવા સર્વજ્ઞ સ્વાધ્યાય- સ્વાત્મ સ્વરૂપને સમજવાના હેતુથી કરવામાં આવે તો સ્વમતિ તુટે. સર્વજ્ઞ તત્ત્વથી વસ્તુ વિચારતાં મિથ્યાત્વ જતાં મન શાંત થઈ જાય છે. અનાદિકાળથી આત્મા સ્વમતિથી સ્વચ્છેદ બનેલો છે. જે સર્વજ્ઞ તત્ત્વ સમજે, સ્વાધ્યાય સંયમ રતાનામ બને તો જ સ્વચ્છેદ મતિ જતાં સ્વ= આત્માની મતિ પ્રગટે છે. સ્વાધ્યાયથી પોતે કેવો છે તેનું ભાન થાય છે. આપણે સ્વાધ્યાયથી સ્વ નો નિર્ણય નથી કરતાં જગતનો જ વિચાર કરીએ છીએ અને જગતને સુધારવાનો જ પ્રયત્ન કરીએ છીએ માટે ભટકીએ છીએ. જ્ઞાનસાર-૩ // 375