Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 374
________________ પુત્રો કર્યા. અંદરથી તો પુત્ર ન હતા ત્યારે પણ જિનવચન પાસે હતું તેથી સમાધિ જ હતી. સંયોગો કરવા જેવા નથી તે સમક્તિી સુલતાની માન્યતા હતી. પુત્રની ઈચ્છા તે સંયોગની ઈચ્છા - તે સંસારની જ ઈચ્છા છે. કર્મનાં ઉદયથી સંયોગની પ્રાપ્તિ થાય પણ તેને ઉપાદેય તો ન જ માને. પ્ર. સુલસાને ૩ર પુત્રો મરી જતાં આઘાત કેમ લાગે છે? જ. પતિની ઈચ્છાથી સમક્તિી દેવની સાધના કરી હતી. ૩ર ગુટીકા પ્રાપ્ત થઈ ૩ર પુત્રો થયા હતા. સમક્તિીને અનંતાનુબંધી 4 કષાયો ગયા. પરંતુ અપ્રત્યાખ્યાનના 4, પ્રત્યાખ્યાનના 4 અને સંજનલના 4 ક્રોધાદિ કષાયો તો ઊભા જ છે. અપ્રત્યાખાનીય આદિ કષાયો-લાગણી ઊભી કરે છે. મનુષ્યભવ પામીને જીવે મુક્તિ પામવાની હતી. પુત્રોને સંયમ ન આપી શકી - તેમાં પોતે નિમિત્ત ન બની શકી તેનો આઘાત છે. સુલતાને પોતાના પુત્રો કદાચ દુર્ગતિમાં ગયા હશે તો? તેનું દુઃખ છે. સમક્તિને મારાપણાનો આઘાત ન હોય પણ તેના આત્માની ચિંતા હોય. વર્તમાનમાં વીતરાગ બનવાના નથી, પરંતુ આપણે સમક્તિ પામી પ્રથમ સંઘયણ બાંધવાના અધિકારી તો છીએ જ. તેથી સંયોગો છોડો - આત્મા સાથે રહો તો કામ થઈ જશે. આત્મા સાથે રહેશો તો જ્ઞાનથી તૃપ્તિ પામશો અને ધ્યાનના રસાસ્વાદને માણી શકશો. ગાથા-૮ * સુખિનો વિષયાતૃપ્તા, નેનોપેન્દ્રાદયોડયહો ! ભિક્ષુક સુખી લોકે, શાનતૃનો નિરજ્જનઃ | 8 | કેવું આશ્ચર્ય! વિષયોથી અતૃપ્ત ઈ-કૃષ્ણ વિગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ અને કર્મરૂપ અંજનની મલિનતાથી રહિત સાધુ જ સુખી છે. જ્ઞાનસાર-૩ || 373

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398