________________ પ્ર. સંયમ શા માટે? જ. અજીવ પ્રત્યે એટલે કે સંયોગો પ્રત્યે રાગ છે અને જીવ પ્રત્યે દ્વેષ છે તેને દૂર કરવા માટે જ સંયમ લેવાનું છે. સ્કંધકમુનિ ચામડી ઉતારનારને કષ્ટ ન પડે તે માટે તેને અનુકૂળ થઈને રહ્યા પણ દ્વેષ ન કર્યો તો વીતરાગ બન્યા. સંયમના સ્વીકાર પછી તપનો પરિણામ લાવી તપ કરી કર્મની નિર્જરા કરવાની છે. હવે જીવને અપ્રશસ્ત બંધને સંયોગો છોડવાના છે અને વ્યવહાર પ્રશસ્ત બંધનમાં આવવાનું છે. ગુરુના બંધનમાં જે ગુણના આદરથી રહે તે આત્માને પ્રશસ્ત શુભ પરિણામો આવ્યા વિના રહેતાં નથી અને પછી તે શુધ્ધ ભાવમાં લઈ જવા સમર્થ બને છે અને વિરતીધર્મને આવરી આત્માનું કલ્યાણ સાધનારો બને છે. નિકટના ભાવોમાં ગુણશ્રેણિએ ચઢી સિધ્ધનાં શાશ્વતા સુખોને ભોગવનારો બને છે અને તે માટે જ સામાયિક સંયમ લેવાનું છે. સમ્યગુ દષ્ટિ દેવ સમાધિમાં સહાય કરે છે તે માટે જ સમ્યમ્ દષ્ટિ દેવોની ઉપાસના મૂકી છે. વર્તમાનમાં સમાધિભાવ ગૌણ અને બાહ્ય સંપત્તિની પ્રધાનતાના લક્ષે દેવોની ઉપાસના કરવામાં આવે છે. મનની અંદર સર્વાના વચનનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી મનની સમાધિ થશે જ નહીં. પૂરતી સંપત્તિ હોય, બધી જ અનુકૂળતા હોય અને છોકરો માનતો ન હોય, તો સમાધિ નહીં રહે. જેટલી સંપત્તિ વધારે, તેનો રક્ષક ન હોય તો વધારે અસમાધિ થશે. કારણ જિન વચન નથી મળ્યું. તેથી જ અસમાધિ વધારે થાય છે. મળેલું જવું ન જોઈએ તે માન્યતા જિનવચનની નથી. આયુષ્યનો ઉદય થયો એટલે દેહ રૂપી પિંજરમાં, શરીર રૂપી ઘરમાં રહેવાનું મન થશે. પુણ્યના ઉદયથી જે જે સંપત્તિ મળી છે તે સંપત્તિ તેમજ પર સંયોગોમાં રહેવાનું મન થશે અને તેનાથી અસમાધિ વધવાની. જ્ઞાનસાર-૩ || 371