________________ સમ્યગ્દર્શન આવે. જીવ-અજીવનું ભેદજ્ઞાન પકડાશે ત્યારે સ્વ-પરનો ભેદ સમજાશે. અન્ય દર્શનો આત્માને, મોક્ષને માને પરંતુ દરેકની માન્યતા જુદી-જુદી છે. આવું કેમ બને છે? જૈનોમાં પણ સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર.... પરંતુ મોક્ષ સંબંધી માન્યતા એક જ, કારણ જિનવચન મળેલું છે. અન્ય દર્શનકારોને જિનવચન નથી મળ્યું તેથી મોક્ષ સંબંધી જુદી-જુદી માન્યતા છે. વર્તમાનમાં મારા કામમાં આવે તે જ આપણા - બાકીના પારકા તે માન્યતા જે છે તે ખોટી છે. સમક્તિ આવે એટલે મારો પોતાનો આત્મા અને સમગ્ર જીવનસૃષ્ટિના આત્મા કે જેઓ જોડે મારે 'મૈત્રીભાવ કરવાનો છે એ ભાવ પ્રગટશે. અન્ય દર્શનો તો પૃથ્વીકાય-વનસ્પતિકાય વિ.ને જીવ તરીકે પૂર્ણરૂપે માનતા નથી. વળી જે જીવો ઉપદ્રવ કરે તેનો તો તેઓ નાશ કરવામાં સમજે છે. ટૂંકમાં જીવતત્ત્વનું જ્ઞાન સર્વજ્ઞ દ્રષ્ટિ પ્રમાણે પૂર્ણ જ નથી તેથી અન્ય દર્શનોમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ વાસ્તવિક નહીં ઘટે, તેથી તેમની મોક્ષની માન્યતા ભિન્ન પડે છે. | સર્વ જીવો પ્રત્યે સમાન પરિણામ આવે તો જ નિરતિચાર સામાયિક છે તેમ કહેવાય. તે પરિણામ આઠ સમયથી અધિક ટકી જાય તો શ્રેણી મંડાય. સમ્યગ્દષ્ટિનું લક્ષણ "અપરાધી શું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂલ." કોઈ જીવ બીજાના (જીવ) પોતાના શરીરને હેરાન કરે કાપે મારે તો તેવા જીવ પ્રત્યે પણ કરુણાનો પરિણામ રાખવાનો તેના પ્રત્યે દ્વેષ નહીં કરવાનો કારણ એ પણ સત્તાએ સિધ્ધના જીવો છે અને મારે પણ સિધ્ધ જ થવાનું છે તેવી સમદષ્ટિ કેળવવી પડશે. વળી મારાં પૂર્વનાં કર્મનાં કારણે આવું બને છે. તો તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા સંયમ સામાયિકમાં આવવું જ જોઈએ. જ્ઞાનસાર-૩ // 370