________________ ઉત્તરઃ સાધુ ભગવંતને તો પ્રતિ સમય પરમાત્માના વચન અને અસંગ આજ્ઞાયોગની જ પ્રધાનતા છે. તેમના માટે આજ્ઞા યોગની પૂજા એટલે જ "ચિદાનંદકેરી પૂજા નિર્વિકલ્પ ઉપયોગ રે, આત્મપરમાત્મની અભેદે, નહિ જ્યાં જડનો જોગરે." (પૂ. માનવિજયજી) સાધુએ સામાયિક-દંડક જાવજજીવ માટે ઉચ્ચર્યું છે. વીતરાગ થવાની પ્રતિજ્ઞા કરી છે તેથી હવે સમતાના પરિણામમાં જ રહેવાનું છે. માત્ર ભાવના ભાવવાની નથી પરંતુ સમતાનો પરિણામ ખંડિત ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આથી કુતુહલ વૃત્તિથી આંગીના દર્શન કરવા સાધુથી જવાય નહીં.ખાસ આંગીના દર્શન કરવા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જવાનો વ્યવહાર આજ્ઞા સાપેક્ષ જણાતો નથી. પસંદગી નહીં - આજ્ઞા વિચય આલંબન ધ્યાન - ગૃહસ્થોને પ્રધાનતા નિરાલંબન ધ્યાન - સાધુને પ્રધાનતા. સાધુએ તો ભગવાને જે કીધું છે તે જ કરવાનું, નહીં કીધેલું નહીં કરવાનું. તરવા માટે ફક્ત પરમાત્માના વચનનું આલંબન લેવાનું છે અને પછી નિરાલંબન ધ્યાનમાં જતું રહેવાનું છે. બંધ સ્વભાવ પુદ્ગલનો છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય છે તેથી બંધાવાનો સ્વભાવ પુદ્ગલનો છે. આત્મા કોઈની સાથે બંધાતો નથી તે નિઃસંગ છે. ઉપન્નઈવા, વિગઈ વા, ધૂઈ વા. પર્યાય અવસ્થા એટલે જે નાશ પામવાનું છે અને બીજું સ્વરૂપ ધારણ કરવાનું છે તે જ પર્યાય, તેથી ઉપન્નઈ વા અને વિગમેઈવા પર્યાય અવસ્થા છે. જો ધ્રુવના તારાની જેમ સ્થિર થઈ ગયા તો ધ્રુવેઈવા (મોક્ષ). અર્થાત્ ધુવેઈ એટલે જ્ઞાનસાર–૩ || 368