________________ સદ્ભાવનાથી ભાવિત થયેલો આત્મા જેમ જેમ સ્થિર થતો જશે તેમ તેમ સ્વભાવમાં આવતો જશે અને ભાવથી છૂટતો જશે તેથી સ્વ આત્માનો અનુભવ થશે. સમતાનો અનુભવ કરશે. કેમકે સમતા એ આત્માનો સ્વભાવ છે. આત્મા પોતે જ સામયિક છે તેથી જ સામયિકનો વ્યવહાર મુકેલો છે કારણ તેનાથી આત્માની સમતા પ્રગટ થશે અર્થાત્ તેની અનુભૂતિ થશે. સમતાનો પરિણામ પ્રગટ થશે ત્યારે આત્મામાં કયા પરિણામ પ્રગટ થશે? આ શુભઅશુભ પુદ્ગલ છે તેવું જ્ઞાન થાય. વ્યવહાર કદી શાશ્વત ન હોય. વ્યવહાર ફરતો જ રહે. જે પુલને શુભ કહીએ તેને પણ અશુભરૂપ કહી દઈએ.દા.ત. ધોળો વર્ણ શુભ કહીએ અને કાળો અશુભ કહીએ તે રીતે કોઢીયાનો ધોળો રંગ અશુભ કહીએ, કાળા વાળ શુભ કહીએ એમ ધોળા વાળને અશુભ કહીએ. વ્યવહાર ધર્મ બધા માટે એક જ આવે નહીં તેથી જ સમાચારી ભેદ વ્યવહારથી જુદા–જુદા જ હોય - તત્ત્વથી એક હોય. વર્તમાનમાં રાગ-દ્વેષને દૂર કરવાની વાત જતી રહી છે અને વ્યવહારથી સમાચારી ભેદ દૂર કરવા મથીએ છીએ. તત્ત્વથી જે સાચો ધર્મન સમજે તે જ ધમાલ કરશે અને પોતાનું તથા અનેક આત્માઓનું બોધિ-દુર્લભ કરશે. પુદ્ગલને દ્રવ્ય-ગુણ–પર્યાયથી પકડો તો જ તમને સત્ય તત્ત્વ સમજાશે. પુદ્ગલ દ્રવ્યના અંતિમ પર્યાય તો માત્ર પરમાણુ જ છે અને તેનાથી નાનો-મોટો સ્કંધ થાય છે. તેના વર્ણ - ગંધ - રસ - સ્પર્શ વિ બધું જ પરાવર્તના સ્વભાવવાળું છે તે ફરે એમ આપણે ફરીએ છીએ. દ્રવ્ય–ગુણ– પર્યાયથી પકડશો તો જ યથાર્થ-જ્ઞાન દ્વારા 'સ્વ'માં સ્થિરતાને પામી શકશો. પરમાત્મા મહાવીર ભગવાનસંગમના ઉપસર્ગવખતે રુક્ષ પુદ્ગલનાં ધ્યાનમાં હતાં. જ્યાં સુધી સ્વઆત્માના પૂર્ણ જ્ઞાતા સહજ ન બને ત્યાં સુધી જીવે ધ્યાન કરવાનું અર્થાત્ જ્ઞાનાદિગુણો સંપૂર્ણ પરિણામે પ્રગટ ન થાય ત્યાં જ્ઞાનસાર–૩ || 36s