________________ સર્વજ્ઞ પરમાત્માએ જીવને સત્તાએ સિધ્ધ કહ્યો છે તે મુજબ સ્વીકારો. અભવ્યનો જીવ પણ સત્તાએ તો સિધ્ધ છે પણ યોગ્યતા નથી તેથી સિધ્ધપણું પ્રગટ થશે નહીં. તીર્થકર ભાવ તીર્થકર ન બને ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર હોય તો પણ પૂજ્ય બને છે. દા.ત. મરીચિના આત્માને ભરત મહારાજાએ પ્રદક્ષિણા આપી વંદન કરેલાં પૂજ્ય માનેલા ને! દરેક બાબતમાં પરાને સામે રાખીએ છીએ પરંતુ પોતાને સ્વયંને લક્ષમાં લઈને વાત કરવાની છે. ગણધરો પણ પોતે કેવલી ન થાય ત્યાં સુધી જ વાચના આપે છે. પોતાનો પરિવાર જ નથી એવું આત્માથી વિચારે છે અને પરિવાર છદ્મસ્થને સોંપી દે છે. શિષ્ય બરાબર ન સાંભળતો હોય તો કડક શબ્દોમાં પણ કહેવું પડે જેથી રાગ-દ્વેષ ઊભા ન થાય. પ્ર. ગૌચરી છઘસ્થ લાવે તે જ કેવલી વાપરે કારણ? જ. બાહ્ય વ્યવહારમાં સૂત્ર પ્રમાણે છઘDો સૂત્રને આશ્રયી વ્યવહાર કરે તેથી ગોચરી છઘસ્થ જ લાવે. કેવલિઓનું જીવન જ્ઞાનપ્રધાન કેવલજ્ઞાન રૂપ અને પૂર્ણવીતરાગરૂપ હોવાથી વ્યવહાર ગચ્છ–વ્યવસ્થા ન કરે. પૂર્ણતા ન આવે અર્થાત્ વીતરાગ સર્વજ્ઞ ન બને ત્યાં સુધી વ્યવહારે ગણધરો શિષ્યને દેશના આપે પરંતુ નિશ્ચયથી પોતાના આત્માને જ આપે. ગણધર વીતરાગ સર્વજ્ઞ થાય એટલે તે પોતાનો જીવસ્થ ગણધરને સોંપી દે. સદ્ભાવના સ્વ—ઉપકાર' પ્રધાન છે. કેમકે તેમાં આત્માના ગુણની વૃધ્ધિની પ્રધાનતા છે. પ્રશસ્ત ભાવ છે ત્યાં સુધી પુણ્યાનુબંધી-પુણ્ય બંધાશે અનુબંધ ગુણ–સન્મુખતાનો જ બને. હવે જ્યારે આત્માના ગુણની વૃધ્ધિ થશે ત્યારે ગુણ પ્રગટ થશે અને દોષો જશે તેથી કર્મની નિર્જરા થશે. સરલતાનો ભાવ હોય ત્યારે પ્રશસ્ત પુણ્ય બંધાશે ત્યારે ઊંચા દેવલોકનું પુણ્ય બંધાશે હવે જે ફળ આવે તે 'સ્વ-અનુભવ'નું ફળ મળશે. જ્ઞાનસાર-૩ // 365