________________ સમાધિમાં રહી શકતો નથી. ભુખનું દુઃખ સહન કરી શકતો નથી. બધા બે વાગે વાપરે છે તો મારે તે મુજબ વિવેક કરી બધાની સાથે વાપરી લેવું જેથી બીજાને અસમાધિન થાય. પરંતુ પરિણામ તો 4 વાગ્યાનાં જ છે તેથી તેને તે પરિણામનો લાભ મળે જ. આત્માને પોતાના આત્મહિતની રુચિ અંદરથી થવી જોઈએ. જગતને જે રીતે કરવું હોય તે રીતે કરે મારે તે જોવાનું નથી. જગત અનાદિથી તેવું જ છે. મારે સુધરવું છે તો બહાર દષ્ટિ કરવી જ નહીં. કારણ પ્રાયઃ કરીને મોટાભાગનાં જીવો આલંબનલક્ષી હોય છે. સમુહમાં આરાધના થતી હોય તો આરાધના કરવાનો ઉલ્લાસ જાગે પણ કોઈ કરતું ન હોય તો કરવાનો ઉત્સાહ ન જાગે. પરમાત્માનાં સાધનાકાળમાં ગોશાળો ભેગોહતો. પરમાત્માના નામે ગોશાળો ગરબડ કરતો છતાં પરમાત્મા 'સ્વ' તરફ જ ધ્યાન આપી સાધના કરતા. છોકરાએ ખોટું કર્યું તેથી સમાજમાં મારું નામ બદનામ થશે. તેથી તમે દુઃખી થશો એના બદલે છોકરો હવે સુધરે તે તરફ લક્ષદાખવવું જોઈએ. પોતાની બદનામી–મોહના કારણેદુઃખકરાવશે પોતાનું નામ બગડવાની ચિંતા છે પરંતુ આત્માની ચિંતા નથી તેથી ઘણા અજ્ઞાની જીવો આપઘાતાદિ કરી આત્મહત્યા જેવું મહા પાપ કરે. પૂ. આત્મહિત કરવાનું પ્રબળ સાધન કયું? જ. સર્વજ્ઞ વચન મુજબ ગુરુનો વિનય–વૈયાવૃત્ય કરવું જોઈએ. કારણ શાસ્ત્ર-સર્વજ્ઞનું વચન સદ્ગુરુ જ આપી શકશે. તેથી જ સદ્ગુરુનો વિનય અને ભક્તિ કરવાની છે, જેનાથી પોતાનું આત્મહિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ વિનય અધ્યયનનું જો બરોબર અભ્યાસ જ્ઞાનસાર-૩ || 33