________________ થઈ આત્મા વડે જ તે આત્માને અનુભવે. ઈદ્રિયે આત્માને જણાવી દીધું તે આત્માએ માત્ર જાણી લીધું. તેથી તે વિષયનું સાધન બનશે નહીં. ઈદ્રિયોને માત્ર જ્ઞાનનું સાધન બનાવી દોતોવિષયનું સાધન નહીં બને. તો ઈદ્રિયો સામાયિકનું સાધન બને. વિરતીપૂર્વક એક સામયિકમાં સમતાનો લાભ થાય જ પણ તેને સામાયિકમાં આત્માનો ઉપયોગ હોય તો. પરંતુ આત્માનો ઉપયોગ ન હોય તો તે લાભ તમને માત્ર પુણ્યબંધનો થાય. શાલિભદ્રને શું લાગ્યું? મારા માથે સ્વામી? જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુ સિવાય મારા માથે કોઈ સ્વામી ન હોઈ શકે. આત્માની કર્મલઘુતા થઈ હોય ત્યારે જ લાગી આવે. મોહની પરિસ્થિતિમાં તે વાત સાવ સામાન્ય લાગે અને ક્યારેક જીવને લાગી આવે તો આત્મહત્યા પણ કરી લે છે. જેમાં સ્નાત્રફળ બીજા કરતાં પોતાને છેલ્લે આવતા પોતાનું અપમાન લાગતા ફાંસો ખાવા મહારાણી કૌશલ્યા તૈયાર થઈ. અહીં શાલિભદ્રને મોહનો પરિણામ પ્રશસ્ત છે, કર્મલઘુતા છે, તેથી દીક્ષા લેવા નીકળી પડે છે. શ્રેણિકને પણ નાથ/અનાથનો સમ્યગુ બોધ થતાં કર્મલઘુતાને કારણે ઉહાપોહ થાય છે અને સમકિત પામે છે. ટૂંકમાં વિચારીને વાત મૂકી દેવી નહીં. ચિંતન કરો, ઉહાપોહ કરો. તંદુલિયો મત્સ્ય મિથ્યાત્વી જ્ઞાન પ્રગટ થયું. માછલાને જ્ઞાન પ્રગટ થયું છે. તેથી વિચારે છે હું એકને પણ ન છોડું તેમાં ખાવાના પરિણામ, ભોગવવાના પરિણામ, મિથ્યાત્વ જ્ઞાન થયું પણ જ્ઞાનમાંથી મોહનો પરિણામ થયો. તેથી ખાવાના ભોગવવાના પરિણામ થયા તેમાં તીવ્ર આસકિત ભળી તેથી મારીને ૭મી નરકગયો. જુઓ પુદ્ગલના તૃષ્ણાનોવિપાકકેવાદારૂણ ફળને આપવા સમર્થ થાય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન જેટલું વધારે તેટલો આત્માને અનર્થ વધારે. જ્ઞાનસાર-૩ || 361