________________ આત્માએ સ્વભાવમય બનવું એ જ સમ્યગુ ચારિત્ર છે. 2. તત્ત્વ ભાવનાનું ફલ તત્ત્વજ્ઞાન, અને તત્ત્વજ્ઞાનનું ફલ તત્ત્વ ધ્યાન. ધ્યાન કરતાં પહેલાં ભાવના કરવી પડે. અનિત્યાદિ–૧૨, મૈત્યાદિ-૪ ભાવના ભાવવી જોઈએ. તે ભાવના તત્ત્વથી વાસિત થયેલી હોય તો પોતાના આત્માના ગુણોથી વાસિત બનવા આ ભાવના જરૂરી છે. સ્વ-તત્ત્વનો નિર્ણય આત્મા માટે કરવાનો છે. પ્ર. સર્વમાં પોતાનો આત્મા–'સ્વ' પહેલો કે પછી? જ. 'સ્વ'ને ભૂલી સર્વમાં જાય તો પાયા વિનાની ઈમારત રચી કહેવાય. ઘરનો વ્યકિત ઘરના 10 સભ્યોની ચિંતા પોતાના માનીને કરશે. પણ પોતાના આત્માની ચિંતા નહીં કરે. આત્માની 10 સભ્યોમાં સભ્ય તરીકે પણ માન્યતા નથી. (1) કાયા (2) કામિની (3) કુટુંબ (4) કંચન અને (5) કીર્તિ - આ પાંચેય અનિત્ય અને વિનાશી છે. માટે તેના પ્રભાવની છાયામાં અવાય નહીં. આમેય અત્યારે જીવ ભાડાના ઘરમાં રહ્યો છે છતાં તેના પર મમત્વ કેવું? "શેય વિનાશે - જ્ઞાન વિનેશ્વરે તે કાલ પ્રમાણે થાય." શેય પ્રમાણે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગ- ફર્યા જ કરે પણ જ્ઞાનગુણ નાશ પામતું નથી. આત્મા એ પુરુષ છે. હે પુરુષ! તું કેમ બીજાને ઈચ્છે છે? તું તારું પૌરુષત્વતને (આત્માને) જાણવામાં - માણવામાં ફોરવ તો તને મળેલું તારું પૌરુષત્વ સફળ થશે. બાકી તારું નામનું જ પુરુષપણું રહેશે. મોહનું કાર્ય - મોક્ષમાર્ગમાં ચાલવા ન દે માટે તત્ત્વભાવના રૂપ અમૃતનું ચિંતન આત્મા માટે જરૂરી છે. 'ઉપદેશપદ-પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહ્યું કે ઔચિત્યવિનાનાવ્રતાદિ આત્માનું કાર્ય સફળ કરી શકતા નથી. પરમાત્માનો નિશ્ચય માર્ગ બરાબર નહીં સમજાય તો વ્યવહારમાં માર્ગ પણ બરાબર નહીં ચાલે. જ્ઞાનસાર-૩ // 359