________________ કારણ બને છે. સનતકુમાર ચક્રવર્તીને રોગોને દૂર કરવાને બદલે રોગના મૂળ કર્મને દૂર કરવાનો ભાવ પ્રગટયો. આથી આર્તધ્યાનથી બચી ધર્મ ધ્યાનમાં લીન બન્યા. ધ્યાનના પ્રભાવે રાગ વૃદ્ધિ પામ્યો. રોગને દૂર કરવાનો વિચાર ગયો ને તેના પ્રભાવે લબ્ધિઓ પ્રગટ થઈ. ચિત્તની પ્રસન્નતા આત્મામાં જોડાઈ ગઈ પોતે આત્મામાં રસવાળા બન્યા હવે પરની અપેક્ષા નહીં, જેને સમતા પત્નીમાં રસ નહીં તેને શાતા મેળવવા અનેક જગ્યાએ ભટકવું પડે અને બાંધે અશાતા. પોતાના આત્મામાં શુદ્ધ ધ્યાનની જેટલે અંશે પ્રાપ્તિ થઈ તેટલી પરમાત્મ દશાની જ પ્રાપ્તિ થઈ છે, તેટલો નિરવધિ આનંદ અનુભવશે જ. આત્મા સદાયે પરમાત્મા સ્વરૂપે લાગે ત્યારે તેના જ્ઞાનમાં અમૃતની પરંપરા રૂપ સ્પંદનો ચાલે છે અને અંશથી તૃપ્તિનો અનુભવ થાય છે. પુરુષાર્થ રુચિ તે તરફની હશે. a આત્મા પુદ્ગલમાં રમે ત્યારે વિકલ્પોની હારમાળા ચાલે તે શું છે? પર ઈષ્ટ પ્રાપ્તિની અભિલાષામાં રમતો હોય ત્યારે તેનાથી તેને પીડા (દુઃખ) જ મળે. કારણલોભ મોહના કારણે ઈષ્ટ પ્રાપ્તિની દષ્ટિ અભિલાષા થાય અને તે ભાવ પીડારૂપ છે. પુદ્ગલનો સ્વભાવ જ છે. સડા પણ વિધ્વસ સડવું પડતું વિનાશ પામવું. આમ અસ્થિરદ્રવ્ય આત્માને સ્થિરતા કે તૃપ્તિ ક્યાંથી આપી શકે? પરંતુ જીવ જ્યારે જિન વચન વડે આત્માના ચિંતનમાં ડૂબે ત્યારે તે આત્મ દ્રવ્યની શાશ્વત અને પુદ્ગલ દ્રવ્યની અવિનાશીતાના નિર્ણયથી સ્વમાં સ્થિરતા પામે અને તે (તત્ત્વ-એકત્વ) તત્ત્વમાં વિશ્રામ પામે છે. અર્થાત્ તેમાં લયલીન બની જતાં તે જ તત્ત્વ ધ્યાનપણાને પામી જાય પણ તેમાં મોહનો અંશ પણ ભળેલો હોવો જોઈએ. ત્યારે તેને તે દેહ સ્વરૂપે નથી પણ આત્મા સ્વરૂપે છે તેની પ્રતીતિ થાય. આમ સુખપરમાં ક્યારેય મળી શકતું નથી પણ આત્મામાં જ વાસ્તવિક સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનસાર-૩ || ૩પ૭