________________ કરાવે અને "પર"નું સતત ચિંતન કરાવે. જ્ઞાનમાં આત્મવીર્ય ભળે ત્યારે તે જ્ઞાનની પ્રાપ્તિ થાય. મોહ નીકળતાં જ્ઞાન શુધ્ધ બની જાય- સ્વ પર યથાર્થ પ્રકાશ થાય. ધર્મ શું? આત્મ-સ્વભાવને પ્રાપ્ત કરવા માટે થતી પ્રક્રિયા તે વ્યવહાર ધર્મ. મારા આત્માનો જ્ઞાનગુણ એ સ્વભાવ છે. જ્ઞાનગુણને શેયરૂપે મારા આત્માને જાણનાર અને જ્ઞાનના આનંદને માણનાર બનું ત્યારે જ્ઞાનગુણના સ્વભાવમાં છું. સ્વ-સ્વભાવમાં રહેવું અર્થાત્ શેયને જાણવુંએ જિનની પ્રથમ આશા છે તે ન હોય તો બીજી આજ્ઞા ગમે તેટલી પાળો તો તે નિરર્થક છે. પુદ્ગલમાં હેય-પરિણામ ન પ્રગટે તો તે જ્ઞાનમાં રહેલું શેય અશુદ્ધ છે, તો તે મોહના ઉછાળાવાળું છે નહીંતર જ્ઞાન સાગરવર ગંભીર છે. "નિશ્ચય દષ્ટિ હદય ધરી, પાળે જે વ્યવહાર પુણ્યવત તે પામશે, ભવસમુદ્રનો પાર." જ્ઞાનની રુચિ પ્રગટતા પોતાને પોતાનામાં તૃપ્ત થવાનો ભાવ તે જ ધ્યાનની પૂર્વઅવસ્થા. ધ્યાન તત્ત્વ એકત્વ.તત્ત્વમય બનવુંએ આત્મા માટે અમૃત–ધ્યાન છે. તત્ત્વરૂપ ધ્યાનની સુંદર શ્રેણિઓ આત્મામાં સતત ચાલ્યા જ કરે. તે નિરોગી - નિરામય દ્રવ્યથી અને ભાવથી બને. ધ્યાનમાં તદાકાર બને એટલે સતત ચિત્તની પ્રસન્નતા પ્રગટે. શારીરિક રોગનું કારણ માનસિક અપ્રસન્નતા છે. વર્તમાનમાં અધ્યાત્મ જગતનું મહત્વ ઘટી જવાને કારણે શારીરિક-માનસિક રોગો વધી ગયા છે. ધર્મના મર્મને ન જાણે અને ધર્મ કરે તેને ડીપ્રેશન આવે તેમાં નવાઈ નહીં. જિનવચનનો પ્રભાવ - સમાધિ અને સમતા પ્રાપ્તિ. સમકિત આવે તો જ સમાધિ મળે. જિનનું વચન એ જ સમાધિનું જ્ઞાનસાર–૩ || ૩પદ