________________ લગન આવે અને તેમાં જે બાધક તત્ત્વ છે અર્થાત્ જે જે આશ્રવો છે તેને છોડતો જાય. મિથ્યાત્વની હાજરીમાં પરને ભોગવવાનો અભિલાષ રહે છે. પુલના ભોગો હેય છે અને વર્તમાનમાં જરૂરી હોય તેટલા ઉપાદેય છે. પણ તે આત્માને માટે ભોગ્ય નથી. શ્વાસોચ્છવાસ, ભાષા, મન આદિના પુદ્ગલો નિશ્ચયરૂપીયેય છે. વ્યવહારથી જરૂર પૂરતાંઉપાદેય છે તે વિવેકહોવો જોઈએ. આત્માનું હિત-અહિત શાનાથી થાય તેનું ભાન તે વિવેક. યોગ નિશ્ચયથી હેય છે માટે તો જીવે અયોગી - યોગાતીત બનવાનું છે. "સમકિત ગુણઠાણે સાધ્ય અયોગી ભાવ." જ્યાં સુધી યોગમાં રહેવું પડે ત્યાં સુધી તેને ભારરૂપ માની પરયોગમાં ઉદાસીન ભાવે રહે તો અહં ભાવ ન પ્રગટે અને તે યોગ અપ્રમત્ત રૂપે અને ઉપયોગમાં પ્રેમભાવે રહેવું. - પુદ્ગલનું સ્મરણ મોહ દશાનું કાર્ય છે તે કર્મબંધ કરાવે છે. - આત્માનાં સ્મરણમાં મોહની વિસ્મૃતિ થાય છે–પાપનાશ કરાવે છે. - સત્=સમ્યગ્દર્શન. સ્વના શાશ્વત-અસ્તિત્વપણાનું સ્વીકાર. - ચિત્ = સભ્ય જ્ઞાન. સ્વના શાશ્વતપણાનું ભાન થાય. - આનંદ = સમ્યગું ચારિત્ર. ચારિત્રપણાથી આનંદને અનુભવે. જ્ઞાન શેયને જ્યારે શુદ્ધ સ્વરૂપે જાણે ત્યારે આનંદ પ્રગટે અર્થાત્ સચ્ચિદાનંદની પ્રાપ્તિ થાય. જ્ઞાન આનંદમય બની જાય. યમાં મોહ ભળે તો જ્ઞાન વિકાર થાય અને નહીંતર આનંદ સ્વરૂપે બને. શેય = વસ્તુ - જ્ઞાન = જાણવાનું સાધન - જ્ઞાતા = તેને જાણનારો. "જ્ઞાનાનંદે પૂરણ પાવનો - વર્જિત સકલ ઉપાધિ." જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શેયની જાણકારી થાય સાથે મિથ્યાત્વનો ઉદય હોય તો જ્ઞાનની અશુદ્ધ અવસ્થા 'સ્વ'નું સતત વિસ્મરણ જ્ઞાનસાર-૩ || ૩પપ