________________ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીમાં મિથ્યાત્વ તો છે જ પરંતુ જેમ જ્ઞાન વધુ તેમ મિથ્યાત્વનો પરિણામ વધુ, તેથી 'સજા' વધારે થાય છે. ટૂંકમાં જ્ઞાન વધારે પ્રગટ થાય અને તેમાં મિથ્યાત્વ છે તો નુકશાનકારી અને સમકિત છે તો લાભકારી. જ્ઞાનનું ફળ જ વિરતી છે. જેમ-જેમ જ્ઞાનાવરણના ક્ષયોપશમ થાય ત્યારે આત્માને વર્યાન્તરાયનો પણ ક્ષયોપશમ થશે. તેથી જો મિથ્યાત્વરૂપ પરનું જ્ઞાન હશે તો વીર્યને તે પરમાં (પુદ્ગલમાં) લઈ જશે અને સ્વાત્માનું જ્ઞાન હશે તો વીર્યને 'સ્વમાં (આત્મામાં) લઈ જશે. જ્ઞાન પરીક્ષક છે. વસ્તુ હેય છે કે ઉપાદેય તેને જણાવે છે. હેયમાં હેયની રુચિ થવી અને ઉપાદેયમાં ઉપાદેય બુધ્ધિ થવી તે કાર્ય સમકિતનું છે. રુચિ થવી એટલે આત્મવીર્યમાં હેય–ઉપાદેય મુજબ પ્રવૃત્તિ થવી જોઈએ. ખાવાનો પરિણામ ન હોય પરંતુ પ્રવૃત્તિ હોય-૧લા નંબરમાં ખાવું એ પાપ છે એમ માનતો હોય પણ હવે રહી શકતો નથી તો પોરિસી, સાઢ પોરિસી પુરિમઠ્ઠ આદિ કરશે પણ સીધો નવકારશી કરવા બેસશે નહીં. શક્તિ છે - પરિણામ નથી તેમ બોલીએ છીએ પરંતુ સરળ બનો તો વ્યવહારથી જ નવકારશીના પચ્ચકખાણનું ફળ ઉપવાસનું ફળ આપે અને સ્વભાવમય બનવાના ઉપયોગમાં દઢ થાય તો નવકારશી કેવલજ્ઞાન આપવા સમર્થ થાય. આથી જો નવકારશી વિના સમાધિ રહેતી હોય તો નવકારશી છોડો. શ્રુતનું શક્ય પાલન કરવું, અશક્યમાં પણ કરવાનો ભાવ રાખો. જે આત્મા પ્રભુ આજ્ઞા મુજબ પોતાની શક્તિગોપવ્યા વિના કરી રહ્યા છે, ભૂતકાળ માં કરેલું છે અને ભવિષ્યમાં કરવાના છે તેઓની અનુમોદના કરો. 4 વાગ્યા સુધી મારી સમાધિ ટકી શકે છે પણ તેની આગળ વધારે જ્ઞાનસાર-૩ || ૩ર