Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 377
________________ ભોજન હેય છે, તેનો વિચાર જ ન કરાય. સિંહ પણ જ્યારે તેને ભૂખ લાગે ત્યારે જ ભોજનનો વિચાર કરે છે. પ્ર. શ્રાવક પણ ધનનો વિચાર ક્યારે કરે ? જ. આજીવિકા સમાધિપૂર્વક ચાલતી હોય તો પણ વધારે હું કમાઉ અને ધર્મમાં વાપરું એ મોહરાજાની કરામત છે અર્થાત્ શ્રાવક ધર્મરૂચિ વાળો હોય તેથી સંતોષી હોય. સંસારનો વ્યવહાર સમાધિપૂર્વક ચાલતો હોય તો અધિક ધનની ઈચ્છા ન કરે. પુરુષાર્થ શરીરમાં સૂતેલો પુરુષ - તેનો અર્થ = પુરુષાર્થ (પુર-શરીર) 0 જ્ઞાનલબ્ધિ ગંભીરતા ગુમાવે તો મુનિને પશુ બનાવે. વિષય વૈરાગ્ય કરતાં ગુણ વૈરાગ્યને પચાવવો અઘરો છે 84 ચોવીશી સુધી જેનું નામ અમર રહેશે તેવા સ્થૂલિભદ્રજી વિષયોને જીતી ગયા પણ લબ્ધિને ન પચાવી શક્યા સિંહનું રૂપ ધારણ કરવાનું મન થયું. માનવમાંથી પશુ બનવાનું મન થયું. તેના કારણે જ્ઞાન વિકાસ અટકી ગયો. વધારે દ્રવ્યોના સંયોગ સાથે ન રહેવાય વૃત્તિસંક્ષેપ કરો. રાગ ન પોષાય અને સંયમની વૃધ્ધિ થાય એ રીતે વાપરવાનું છે. જે પોતાના આતમ દેવને સમર્પિત ન થયો તે બધાને ઠગનારો થશે. જીવ સુગંધના વિષયોમાં રમ્યો, શબ્દોની મીઠાશને ઝખે છે. ગુપ્તિનું પાલન ન કરીને પોતાના ધર્મનો (આત્મ-સ્વભાવનો) પોતે જ નાશ કરે છે. આજ સુધી મેં ઉચિત વિનય નથી કર્યો માટે પૂર્ણ ન બન્યો. હવે મારે ઔચિત્ય પૂર્વક એવો વિનય કરવો છે કે જેથી ફરી માટે વિનય કરવાનો ન આવે પૂર્ણ બની જવાય કેવલીને એકે વિનય નથી માટે હવે વિનય બરાબર કરવો છે. 3. સિધ્ધના સુખોનો આંશિક આસ્વાદ કોણ માણી શકે? જે પૂર્વનાં મહર્ષિઓ જ્ઞાનધારામાં વહી જઈને એ ભાવધારામાં આત્માની જ્ઞાન સાર-૩ || 376

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398