________________ સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી, તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સ્વાધ્યાય કોને કહેવાય? આત્માના લક્ષપૂર્વક વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા દ્વારા જે સ્વાધ્યાય થાય છે તે શેરડીના રસ જેવો મધુર છે. કેમકે તેમાંથી અભૂત એવા આત્માના રસની પ્રાપ્તિ થતી જાય છે. પુદ્ગલ–ભાવને ભોગવવાની જે વૃત્તિ પડેલી છે તેનો છેદ થઈ સ્વ-સ્વરૂપ પકડાય અને સ્વ-સ્વભાવ રમણતાભિમુખ જીવ અને તેને જ વાસ્તવિક સ્વાધ્યાય કહેવાય. પુદ્ગલનો સંયોગ = તે યોગમાં શુધ્ધ ઉપયોગ ભળે ત્યારે તે સાધના બને છે. સા = સાચુ = ધના = આત્માનું ધન બને છે. જ્ઞાનાનંદે પૂરણ પાવનો - જે જ્ઞાનનાં આનંદમાં ડૂબે છે તે પૂર્ણ અને પવિત્ર બને છે. જ્ઞાનમાં પુગલ પ્રત્યે મોહ ભળવાથી ઝાંઝવાનાં નીરની જેમ તેમાં સુખ અનુભવે છે. પરંતુ પરિણામે ભારે દુઃખને પામે છે. પુદ્ગલના સંયોગોથી જ જીવોમાં ભેદ પડે છે. - જ્યારે સિધ્ધોમાં પુલ સંયોગનો સંપૂર્ણ અભાવ તેમજ તેઓ પૂર્ણ જ્ઞાની અને કૃતકૃત્ય હોવાથી ત્યાં બધા જ સરખા છે. માટે ત્યાં જીવનો ભેદ પડતો નથી. સ્વભાવ અવસ્થા જેટલી શુધ્ધ થાય તેટલી સ્વભાવની રૂચિ અને આસ્તિકય બને દઢ બનશે. મિથ્યાત્વનો પરિણામ જાય નહીં ત્યાં સુધી જ્ઞાન સ્વ પર પ્રકાશક નહીં બને. પ્ર. શરીર સાથે કામ લેવાનું છતાં તેને પર તરીકે કેવી રીતે મનાય? જ. ચશ્મા પર ને તેનો ઉપયોગ કરી પાછા કાઢી નાખો છો ને? બસ તે જ રીતે શરીરને 'પર' માની જરૂર પૂરતો ઉપયોગ કરી લેવાનો છે. સમ્યકત્વ આવે એટલે સ્વભાવની રૂચિ પ્રગટ થાય. સંયોગોનો ત્યાગ ન થવો એ જ રાગ-દ્વેષની નિશાની છે. જ્યાં સુધી સર્વજ્ઞનું તત્ત્વ દિલમાં સ્થપાશે જ્ઞાનસાર–૩ || 381