________________ દ્રવ્ય અને દ્રવ્યના ગુણ પરંતુ પર્યાયને ધુવેઈ–વા માની બેઠા છીએ તે ખોટું છે. દ્રવ્યાવસ્થા, દ્રવ્યશાશ્વત- તેમાં રહેલા ગુણો પણ શાશ્વત પણ ગુણોની અવસ્થા બદલાય તે પર્યાય. અનાદિકાળથી આત્માને સંયોગનો સંબંધ થયેલો છે - "સંગ છોડો અને આત્માને સંયમથી બાધો.' પરમાં પુદ્ગલ– સંયોગો જ લેવાનાં છે. વર્તમાનમાં આપણે માતા-પિતા, ભાઈ–બહેન, સાથે કર્મના સંબંધે અર્થાત્ પુગલનાં સંબંધ સાથે બંધાઈએ છીએ. અઘાતીના ઉદયથી આ બંધન આવ્યું. પ્રથમ આયુષ્ય કર્મ છે. કારણ કે આત્માને કર્મના કારણે શરીરમાં રહેવું પડે છે. તેથી શરીરમાંથી છૂટવું ગમતું નથી. જગતના જીવોને ભયનું પ્રથમ સ્થાન આયુષ્ય છે અને આયુષ્ય ટકાવવા છેલ્લામાં છેલ્લા પ્રયત્ન કરીશું. જીવને કર્મના ઉદયથી આયુષ્ય, રૂપ, દ્રવ્ય, પ્રાણરૂપ જીવન મળ્યું તેને પકડી રાખવું તે જ જીવનું મહામિથ્યાત્વ છે. મોઃ સર્વસંગથી રહિત એવી નિસંગ અવસ્થા. મોક્ષની ઈચ્છા બધાને છે અને પાછા સંયોગો છોડવા નથી. આ વિરૂધ્ધ વાત કેમ બને? તેથી અહીં ઓઘથી મુક્તિ ગમે છે. પરંતુ જિનવચન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્ય દર્શન નહીં અને સમ્યગુ દર્શન આવશે એટલે મોક્ષની રૂચિ થયા વિના રહેશે નહીં. જેને આત્માનું ભાન નથી તે ઓઘ દષ્ટિમાં એટલે કે - અચરમાવર્તમાં છે. મિત્રાદષ્ટિ અનાદિકાળથી આત્મા પોતાનો જ દુશ્મન થયો છે કારણ પોતાને ઓળખતો નથી અને પોતાનું નથી એવા દેહને ઓળખીને જીવે છે. તેથી હવે આત્માની મિત્રતા કરવાની છે તે મિત્રાદષ્ટિ. પોતાના આત્મા પર જે દ્વેષ કરે તે બીજા પર તો કરશે જ તેથી ત્યાં મિત્રાદષ્ટિ નથી. ઘાસનું તણખલું સળગે અને જેટલો પ્રકાશ આવે તેટલો જ પ્રકાશ પ્રગટવા રૂપ કાળ જીવ 'મિત્રાદષ્ટિ'માં આવ્યો કહેવાય. જ્યારે વિકાસ કરતાં કરતાં 5 મી દષ્ટિ - સ્થિરાદષ્ટિમાં આવે ત્યારે જ જ્ઞાનસાર–૩ / 39