________________ કરવામાં આવે તો પ્રશાંત થઈને ગુરુ પાસે મૌન થઈને જે શિષ્ય રહે અને ગુરુને પ્રસન્ન કરીને જ્ઞાન મેળવે તો તેનું કામ થઈ જાય છે, પરિણતી રૂપ તેનું જ્ઞાન બને છે. મૌન રહેવું એટલે હું કશું જ નથી 'અબુધ છું. તેમ માનીને જ શિષ્ય રહેવાનું છે, પછી ગુરુ નહીં ભણાવે તો પણ ગુરુની કૃપા તેના પર ઉતરશે. કારણ ગુરુ પ્રત્યે બહુમાનભાવ છે તેથી જ તેઓની કૃપા ઉતરશે. સર્વજ્ઞ કથિત પંચાચારરૂપ વ્યવહાર જ મોક્ષ પ્રગટ કરવાનું સમર્થ ઉપાય છે. છતાં મોક્ષને માનનારા બધા વ્યવહારને માન્યાવિના ફક્ત નિશ્ચયને પકડી આત્મધ્યાનમાં મગ્ન છે તે સમાધિને પામી શકતા નથી. નિશ્ચયના ઉપયોગ પૂર્વકકરાતો વ્યવહાર પણ શુધ્ધ થાય તેનાવિના વ્યવહાર પણ અશુધ્ધ ન થાય. નિશ્ચયના લક્ષ વિના સર્વજ્ઞ કથિત વ્યવહાર સામાયિક-પૌષધપ્રતિક્રમણમાં પણ ઘાલમેલ ઊભી કરે છે. તેથી સામાયિકના ફળરૂપ સમતા સ્વભાવમાં રહેવાની વાત ઊડી ગઈ અને તેમાં ખોટી પ્રવૃત્તિ થવા લાગી. મંડળ ની સામાયિકમાં હાજરી પૂરાય, દંડ લેવાય પૈસાનો વ્યવહાર થાય તેથી સામાયિકનો લાભ જાય. - કોઈ પણ જીવ હણવા યોગ્ય નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્રવ્ય-હિંસા તો છે જ. કેવલિભગવંતને પણ દ્રવ્ય-હિંસા લાગે છે. તેનાથી બચવાનો ઉપાય શું? ભાવ-હિંસા બંધ કરી શકાય તેમ છે. વર્તમાનમાં ભાવહિંસા બંધ કરીશું તો દ્રવ્ય-હિંસા બંધ થશે જ. જીવને જીવ તરીકે અને અજીવને અજીવ તરીકે સ્વીકારીએ નહીં ત્યાં સુધી સમકિતનો પરિણામ ન આવે. જીવતરીકે પોતાના સ્વભાવનું ભાન હોય તો પોતાના આત્માને ખબર પડે કે હું વિભાવમાં છું અને મારે સ્વભાવમાં આવવાનું છે તેની ભાવના ભાવવાની છે. જ્ઞાનસાર-૩ || 364