________________ વંદન શા માટે? આત્મા આત્માના ગુણો વડે પૂર્ણ આત્માને પૂર્ણ થવા વંદન કરે તો વંદન આત્માથી થયું કહેવાય. જેનામાં તત્ત્વ ભાવના આવે તેનામાં તત્ત્વજ્ઞાનરૂપ ફળ થાય જ. હમણાં મતિ–શ્રુતની પ્રભા (સૂર્યોદય) છે તો હવે કેવલજ્ઞાન રૂ૫ સૂર્ય પણ પ્રકાશી શકે ખરો. જો પુરુષાર્થ થાય તો, નહીંતર કેવલજ્ઞાનાવરણીય વધી પણ જાય. જેમાં અંશ શુધ્ધ છે તેની પૂર્ણતા હોય જ, આનિશ્ચય થવો જોઈએ. સર્વજ્ઞનું વચન અતિક્રિય છે. તે વચનનો સ્વીકાર કરવો જ રહ્યો કેમકે આત્મા માટે તે જ હિતકર છે. જ્યાં પરમાત્માના વચનનો સ્વીકાર ત્યાં મોહરાજાનું નિર્ગમન... " મિચ્છ પરિહરહ, ધરહ સમ્મત માટે શાસ્ત્રમતિની પ્રધાનતા જોઈએ. દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ સંયોગો મળે તેમાં તે જાતને સુખી અનુભવે છે. મુમુક્ષુએ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે રહેવું જોઈએ. કુરગડુ મુનિને વાપરતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, કેમકે હેય-ઉપાદેયની વૃત્તિ જોરદાર હતી. ઔચિત્ય વ્યવહાર એટલે સ્વ-પરના હિતને લક્ષ કરી જ્યાં રાગ-દ્વેષની પરિણતી ઘટે પણ વધે નહીં તેવો જે વ્યવહાર–તે ઔચિત્ય વ્યવહાર. શરીરમાંથી ઈદ્રિયોનું નિર્માણ - ઈદ્રિય = ઈદ્ર = આત્મા. રૂપાદિને = ઓળખાવે અને જેના દ્વારા આત્મા જણાયતે ઈદ્રિય. અરૂપી એવી મહા અષ્ટ ઋદ્ધિ-નિધિથી ભરેલો આત્મા જોઈ શકતો નથી પણ ઈદ્રિયો દ્વારા આત્માના જ્ઞાનલક્ષણની પ્રતીતિ થવા વડે આત્માનું અસ્તિત્વ સ્વીકારાય છે પણ આત્માના શુધ્ધાનંદને ભોગવતો ઈક્રિયાતિત જ્ઞાનસાર-૩ || 36o