________________ પ. હું આત્મા છું એવી ખબર ક્યારે પડે? જ. જ્યારે મિથ્યાત્વના વિગમથી જ્ઞાન શુધ્ધ થાય ત્યારે દેહ–આત્માની ભિન્નતાની પ્રતિતિ થશે. આત્માના જ્ઞાનાદિ ગુણ શક્તિ એ દેહથી ભિન્ન છે અને હવે શુધ્ધ આંશિક પ્રગટેલી શક્તિથી મોહની વેદનાનો અનુભવ થશે. જે અત્યાર સુધી સુખાભાસ લાગતો હતો તે જ સુખાભાસ વેદનારૂપ લાગશે અને તેના પ્રતિપક્ષ પોતાના આનંદગુણની પ્રતિતિ થવાથી મોહની વેદનાથી છુટવારૂપ નિર્વેદ અને સ્વ આત્માનંદ ગુણને ભોગવવા રૂ૫ રૂચિ પ્રગટ થશે. જ્યારે આત્માને આત્મ-શક્તિની ખબર પડશે ત્યારે તે શક્તિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્યા વિના રહેશે નહીં. દેહ એ હું નથી એવો નિર્ણય થશે ત્યારે દેહની વેદના તે ગણકારશે નહીં. અત્યારે આપણે દેહભાવને મજબૂત કર્યો છે. તેથી થોડુંક પણ કષ્ટ કે પ્રતિકૂળતા સહી શકતા નથી. ચિત્તની પ્રસન્નતા દ્રવ્ય - ભાવ રોગને હરનારી છે. આત્મા પોતાના સ્વભાવનો (ગુણોનો) અનુભવ કરતો હોય ત્યારે તે નિરામય પ્રસન્ન ચિત્તવાળો હોય છે. ચિત્તની પ્રસન્નતા જેટલી વધુ– તેટલા રોગો પણ નાશ પામે. ચિત્ત વિષાદમય, ભયમય બની જાય એટલોવિકારભાવ આત્મામાં પ્રવેશવાથી રોગો ન હોય તો પણ પ્રગટ થાય છે. મોહનો ઉદય ચિત્તની સહજ પ્રસન્નતા હણી શરીરાદિ અનેક ચિંતા પ્રગટાવે તેથી આર્તધ્યાન રૂપ પીડા અને ચિત્તની પ્રસન્નતાના અભાવે પાચકરસો નઝરવાના કારણે ખાવાની રુચિ ઉડી, ખાધેલું પચે નહીં આદિ અનેકવ્યાધિથી શરીર ગ્રસ્ત થાય. ભયના કારણે વીર્યોત્સાહમંદ પડે, તેમ જ યોગ્યવિચારણા પણ નહીં કરી શકે. જ્યારે ચિત્ત સમતામાં હોય ત્યારે સારૂ નરસું કોઈ વિકલ્પ જ ન હોય. સમતા હોય ત્યારે આકૂળતા-વ્યાકુળતા–વિકટ પ્રસંગોમાં પણ નહોય. જેમ જેમ દોષો પ્રત્યે પશ્ચાતાપ જાગે ત્યારે તે વિરૂધ્ધ કર્મોનો પણ ધીરે ધીરે હાસ (નાશ) થતો જાય છે અને તે દ્વારા તે પાછો સ્વભાવમાં આવી જાય છે. જ્ઞાનસાર-૩ || 358