________________ આત્માને આનંદ ભોગવવા ધ્યાન-તપ જરૂરી.તે માટે યોગસ્થિરતા અને ઉપયોગ સ્થિરતા જરૂરી. યોગસ્થિરતા માટે (1) મુદ્રા - (જિનમુદ્રાદિ) સૂત્ર-વર્ણ-શુદ્ધ ઉચ્ચાર શુદ્ધિ આબેક્રિયાયોગરૂપ. (2) અર્થ-આલંબન - એકાગ્રતા-ત્રણ જ્ઞાનયોગ ઉપયોગની સ્થિરતા માટે. આત્મવીર્યને સ્થિર મુદ્રામાં પ્રવર્તમાન કરવાનું છે. જેટલો મોહ ભળશે તેટલો કાયયોગવિશેષ ચંચળ બનશે. માટે પહેલાં યોગ સ્થિરતા પછી ઉપયોગસ્થિરતા. યોગ સ્થિરતા વિના ઉપયોગ સ્થિરતા નહીં આવે. દરેક ક્રિયાયોગ સ્થિરતા માટે છે. જિનપ્રણિત મુદ્રા કરવાથી સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટ થાય છે. અર્થાત્ ગુણની પૂર્ણતા પર આદરભાવ પ્રગટે છે. ગુણની પૂર્ણતા માટે જ જિનપ્રણિત વચન છે. માટે તે વચન પ્રમાણે જ આગળ આત્મામાં વધવાનું છે. ગુણની રુચિવાળી સક્રિયાથી ચારિત્ર મોહનીય દૂર થશે. અર્થ : સૂવથતિ રૂતિ સૂત્ર | આત્માના અર્થને સૂચવે તે સૂત્ર - આત્મતત્વના નિર્ણય માટે જ હોય. સૂત્રના અર્થને આત્માના અર્થ (ગુણ) સાથે જોડવામાં આવે ત્યારે તે ધ્યાનરૂપ બને તે જ્ઞાન–અમૃતના પાનથી આત્મા આનંદની તૃપ્તિને પામે. - પુગલાનંદી– પુદ્ગલના સુખને વિચારશે-કર્મ બાંધશે. આત્માનંદી-આત્માને કેન્દ્રમાં રાખી વિચારશે-કર્મો છોડશે. તત્ત્વની વિચારણાથી લાભ શું? આત્માની સ્પર્શના થાય. છે. આત્માની સ્પર્શના એટલે? જ. પોતાના આત્મગુણોને અનુભવવાની ઝંખના. સમ્યગુદર્શનનો પરિણામ કર્મની લઘુતા થાય તો જિનવચન પર આદર આવે તો સર્વજ્ઞ તત્ત્વ જ. અ જ્ઞાનસાર-૩ || 353