________________ કર્તા = કરવાનું કરી રહ્યો છે પછી કરવાનો ભાવ ન જ હોય તે ગુણોનો કર્તા છે. - કર્તાભાવ વિભાવમાં છે ત્યાં સુધી જ રહેશે. - કર્તાભાવમાં શુભભાવ છે તો પુણ્ય બંધાશે. - કર્તાભાવમાં અશુભભાવ છે તો પાપ બંધાશે. - ક્રિયા સંબંધી કષ્ટ સહન કરે પણ ગુણમય ન હોય તો અકામ નિર્જરા થશે. - ક્રિયા સહિત સ્વગુણમય, ગુણનો અનુભવ કરતો હોય ત્યારે જ સકામ–-નિર્જરા. વર્તમાનમાં અનુષ્ઠાન થતાં હોય તેમાં શુભભાવ હોય છે પરંતુ આંશિક સ્વ-ગુણમાં જતો હોય છે તેથી સકામ-નિર્જરા થશે. જો આંશિક ન થાય તો સકામ નિર્જરા ન થાય. કષ્ટ નિમિત્ત અકામ–નિર્જરા થાય. ક્રિયાયોગમાં આત્માનો ઉપયોગ આવે તો સકામ-નિર્જરા. ગાથા-૭ વિષયોર્મિવિષગારા, ચાદતૃપ્તસ્ય પુદ્ગલેઃ. શાનતૃપ્તસ્ય તુ ધ્યાન, સુધોદ્દગારપરંપરા || 7 || પુગલના સુખો વડે અતૃપ્ત એવા આત્માને પાંચ ઈન્દ્રિયોના વિષયોના કલ્લોલ રૂપી વિષના જ ઓડકાર હોય છે. પરંતુ જ્ઞાનમાં તૃપ્ત આત્માને ધ્યાનરૂપી અમૃતના ઓડકારની પરંપરા હોય છે. જહ જહપુગલભોગો, તરહ તરહ વહઈ વિસય પિ કસાય. ઈ દિય સુહા દુહા ખલુ, અજિઝા તઓ વિરતાણાના પુદ્ગલાનંદી જીવોને જેમ જેમ અનુકૂળ પુદ્ગલ વિષયોનો ભોગ મળે તેમ સુખ માની તેને આશક્તિ પૂર્વક ભોગવે તેથી તેમના વિષય-કષાય ભાવની વાસના તૃષ્ણા રૂપે થઈ જીવને સદા અતૃપ્ત-અશાંત વ્યાકુળ બનાવે, જ્યારે પાપથી વિરામ પામેલા જીવો ઈદ્રિય સુખોને દુઃખરૂપ માને છે. જ્ઞાનસાર-૩ // 351