________________ નિકાચિત કર્મ હોય તોન પણ થાય. માનસિક સમાધિ પામવા માટે પણ સમ્યગ્દર્શન જોઈશે. શરીરની અનુકૂળતા નથી પરંતુ આંશિક અનુભૂતિ કરવી હોય તો સંયમ અનેતપ જોઈશે. પરમાં થાય તે જ મિથ્યાત્વ અને સ્વના ગુણની રુચી થવી તે જ સમકિત. સ્વપૂર્ણતાની રુચિ તે જ સમ્યકત્વ. છે. અપ્રમત્ત દશામાં મોક્ષની ઈચ્છા શા માટે ન હોય? જ. અપ્રમત્ત દશામાં તે સ્વભાવમાં રહેતો હોય અર્થાત્ આત્મા મોહને આધીન નથી એટલે સ્વ ગુણમય થવાના પૂર્ણ પ્રયત્નમાં હોવાથી અને ગુણનો અનુભવ કરતો હોવાથી તેને મોક્ષનો ભાવ ન આવે. મોક્ષ અને ભવ વિષે સમબુધ્ધિ પ્રગટ થાય. પ્ર. કર્તાભાવ કયાં સુધી રહે? જ. મોહના આધીનપણાને કારણે પરના કર્તા થવાનાં ભાવ થાય તે મિથ્યાત્વ અને તે મુજબ પરની ક્રિયા કરી તે ચારિત્રય મોહનીય અને જો સમકિતની હાજરી હશે તો જીવ 'સ્વ'ના કર્તા ભાવ થશે અને 'સ્વ' આત્માની ક્રિયા કરશે અને સ્વનો અનુભવ કરે ત્યારે ચારિત્ર. 0 કર્તા અને કર્તાભાવનું રહસ્ય જ્યાં સુધી જીવ પૂર્ણ-સ્વરૂપે નહીં બને ત્યાં સુધી સ્વનો કર્તા ભાવ રહેશે. પૂર્ણ સ્વરૂપે બનવાનો ભાવ પ્રશસ્ત–ભાવ છે, પોતે પોતાનો કર્તાન બને ત્યાં સુધી જ કર્તાભાવ રહે. પૂર્ણપણું આવે એટલે કર્તાભાવ જતો રહેશે. ગુણમય બનીયે, તાદામ્ય ભાવ આવે ત્યારે અનુભવ થશે કે હું કરી રહ્યો છું તે કર્તાભાવ મોહનો પરિણામ.મોહના પરિણામ જશે ત્યારે ચારિત્રના પરિણામ પ્રગટ થશે. ત્યારે આત્મામાં કર્તાભાવ ન હોય- શા માટે? ત્યારે તે પોતાના સ્વભાવનુંવેદન કરે છે તેથી અને પોતે અત્યારે નિજગુણમય છે તેથી કર્તાભાવ નથી, પણ ગુણનો કર્તા છે અને ગુણનો ભોકતા છે. જ્ઞાનસાર–૩ || 350